તાપી જિલ્લાની સખી વન સ્ટોપ સેન્ટરે કપરાડા તલુકાના સુલિયા ગામથી તાપી જિલ્લામા આવી ચડેલ બહેનનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ
માહિતી બ્યુરો,તાપી તા.૧૧ તાજેતરમાં ધાટા ગ્રામ પંચાયત ઓફીસ પાસેથી પોલીસ દ્વારા ભૂલા પડેલા બહેનને વ્યારા જનરલ હોસ્પિટલ કેમ્પસ “ સખી વન સ્ટોપ સેન્ટર” ખાતે લાવવાંમા આવ્યા હતા. પોલીસ ના જણાવ્યા મુજબ ૩૦/૦૬/૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ધાટા ગ્રામ પંચાયત ઓફીસ પાસેથી મળી આવતા તેની પુછપરછ કરવામાં આવી હતી. બહેન પાસેથી કોઇ પ્રકારની માહિતી ન મળતા તેમના વાલી વારસો તેમજ સરનામાં વિશે કોઇ જાણકારી ન મળતા બહેનને સખી વન સ્ટોપ સેન્ટર તા-વ્યારા, લાવવામાં આવેલ હતા. વ્યારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે બહેનને આશ્રય આપવામા આવ્યો હતો, આશ્રિત બહેનનુ સતત ત્રણ દિવસ સધન કાઉન્સેલિંગ કરતા ગામનું નામ જાણવા મળ્યુ હતુ.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તાપીની કચેરી દ્વારા આશ્રિત બહેનએ જણાવેલા ગામના નામ દ્વારા વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો ટેલીફોનીક સંર્પક કરતા અને બહેનનો ફોટો મોકલતા સત્વરે કપરાડા પોલીસની સહાયથી સુલિયા ગામ તાલુકા કપરાડા જી. વલસાડ ગામના સરપંચ સાથે વાત થઇ અને સરપંચ દ્વારા ઓળખાણ થતા તેમના વાલી વારસએ વન સ્ટોપ સેંટરનો સંપર્ક કરી તેમની ઓળખ કરી હતી, તેમજ જણાવ્યુ હતું કે બહેન પાંચ દિવસથી જતી રહી હતી, તેમના માતા અને ભાઇ અને ગામના આગેવાન આશ્રિત બહેનને લેવા માટે આવતા તેમની સમ્પુર્ણ ખરાઇ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો.મનીષાબેન મુલતાની દ્વારા કરવામા આવી હતી.
તેમના તમામ ડોક્યુમેંટની ચકાસણી કરતા બરાબર જણાતા આશ્રિત બહેનના વાલીઓને તેનો કબજો સોપવામા આવ્યો હતો, આ વેળાએ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશ્રિત બહેનને તમામ પ્રાથમિક સુવિધાવો જેવી કે તબીબી સહાય, કાઉંસેલીંગ, માર્ગદર્શન, આશ્રય, પોલીસ સહાય પુરી પાડવામાં આવી હતી.
આશ્રિત બહેન પાંચ દિવસથી કોઇને કહ્યા વગર ચાલ્યા ગયેલ હોય તેમને સહિ સલામત જોતા પરિવારજનોએ હાસકારો અનુભવ્યો હતો અને સખી વન સ્ટોપ સેંટર વ્યારાનો આભાર કર્યો હતો.
આમ તાપી જિલ્લા જિલ્લા મહિલા અને બાળઅધિકારી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના સતત પ્રયત્નો અને માર્ગદર્શન અને વલસાડ જિલ્લા મહિલા અને બાળઅધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રીના સફળ અને ત્વરિત પ્રયત્નથી આશ્રિત બહેનનુ તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.
0000000