સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનું યુનિવર્સીટી, ઉકાઇ અને મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, ઉકાઇના સહયોગથી સેલુડ ખાતે ‘રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ’ ઉજવાયો
૧૦ જુલાઈ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ
તાપી જિલ્લાની વિવિધ મત્સ્ય મંડળીઓના પ્રમુખશ્રીઓને ઉમદા કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા
–
”વૈજ્ઞાનિક ઢબે અને આધુનિક ટેકનોલિજીના ઉપયોગથી માછીમારી કરવામાં આવે તો મત્યપાલકોને આર્થીક રીતે વધારે ફાયદો થઇ શકે.”- અજય ગામીત, મામલતદારશ્રી ઉચ્છલ
–
”તાપી જિલ્લામાં મત્સ્યપાલન વિકસાવવા માટે સેલુડ શ્રેષ્ઠ સ્થળ છે.”- એન.એ. ચૌહાણ નવસારી કૃષિ યુનિવર્સીટી, વિસ્તરણ અધિકારીશ્રી
–
માહિતી બ્યુરો, તાપી, તા.10: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સેલુડ ખાતે “રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ ઉચ્છલ મામલતદારશ્રી અજય ગામીતના અધ્યક્ષસ્થાને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનું યુનિવર્સીટી, ઉકાઇ અને મદદનીશ મત્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, ઉકાઇના સહયોગથી યોજાયો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી ઉચ્છલ મામલતદારશ્રી અજય ગામીતે સૌને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. તાપી જિલ્લો પણ કૃષિ અને પશુપાલન ઉપર નભતો જિલ્લો છે. અહિ પરંપરાગત રીતે માછીમારી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક ઢબે અને આધુનિક ટેકનોલિજીના ઉપયોગથી માછીમારી કરવામાં આવે તો મત્યપાલકોને આર્થીક રીતે વધારે ફાયદો થઇ શકે છે.”
મામલતદારશ્રીએ ઉપસ્થિત માછીમારોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
નવસારી કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ નિયામક સાહેબ અધિકારીશ્રી એન.એમ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, “તાપી જિલ્લામાં ખાસ કરીને સેલુડ ગામમાં એગ્રો ઇકો ટુરીઝમનું ઉજ્જ્વળ ભવિષ્ય બની શકે છે. જેના માટે અહિના માછીમારોએ એક જુથ થઇ આ દિશામાં કામ કરવાની જરૂરિયાત છે. મત્સ્યપાલન થકી આખુ વર્ષ આજીવીકા મેળવી શકાય છે. તાપી જિલ્લામાં મત્સ્યપાલન વિકસાવવા માટે સેલુડ શ્રેષ્ઠ સ્થળ છે.”
આ પ્રસંગે તાપી જિલ્લાની વિવિધ મત્સ્ય મંડળીઓના પ્રમુખશ્રીઓને ઉમદા કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
તાપી નદીમાં મહાનુભાવોના હસ્તે મેગા ફિશ સીડ રાનચીંગ અંતર્ગત નદીમાં નાની માછલીઓ છોડવામાં આવી હતી.
સેલુડ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા યોજવામાં આવેલ “તાપી નદી સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સફાઇ અભિયાનમાં ભાગ લીધેલા બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડો. સ્મિત લેન્ડે દ્વારા કરવામાં આવ્યું હતું.
નોધનિય છે કે, ભારતમાં દર વર્ષે ૧૦ જુલાઈના રોજ “રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ” ઉજવવામાં આવે છે.ગુજરાત રાજ્ય વિશાળ દરિયા કિનારાથી સમૃદ્ધ છે.ત્યારે તમામ માછીમારો, માછલી ઉછેરતા માછીમારોને આર્થિક રીતે સદ્ધર અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુથી સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
આ પ્રસંગે સીપીએમ સીઆરસી અધ્યક્ષશ્રી મુકુન્દ વર્મા, મત્યોદ્યોગ અધિકારીશ્રી અશોક પટેલ સહિત વિવિધ મત્યપાલન સમિતીના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
0000000