વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા- ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના મુજબ, આજરોજ શ્રી આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીને મળેલ બાતમી આધારે વ્યારા પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૧૨૩ ૦૬૮૧/૨૦૨૩, પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) મુજબના કામે વોન્ટેડ આરોપી સોહનભાઇ ઉર્ફે સની કિશોરભાઇ પટેલ ભુરા કલરની મારૂતી બલેનો કાર નં.- GJ-05-RU-5299 માં વડોદરા થઇ ને.હા.નં.- ૫૬ પર સુરત તરફ આવનાર છે તેવી બાતમી મળતા બાતમીના આધારે એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તાપી અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે ને.હા.નં.૫૬ પર વડોદરા સુરત વાળા ટ્રેક પર પાલેજ ખાતે આવેલ સીટી પોઇન્ટ હોટલથી આશરે ૨૦૦ મીટર આગળ વોચમાં રહેલ તે દરમ્યાન ભુરા કલરની મારૂતી બલેનો કાર નં.- GJ-05-RU-5299 ની વડોદરા તરફથી આવતા તે કારને યુક્તિ પ્રયુક્તિથી રોકી ને.હા.નં.-૫૬ ની સાઇડમાં ઉભી રખાવી તેમા બેસેલ ઇસમોના નામઠામ પુછતા આરોપી- સોહનભાઇ ઉર્ફે સની કિશોરભાઇ પટેલ, ઉ.વ.૨૯,, રહે. ઘર નં.-૪૫, આદર્શ બંગ્લોઝ, પ્રીન્સ હોટલ પાસે, ચલથાણ ગામ, તા.પલસાણા, જી.સુરત. મુળ રહે. પાટીયાલ, વાકાનેડા, તા.પલસાણા, જી.સુરતનો હોવાનું જણાવતા અને આ ઇસમ વ્યારા પો.સ્ટે.ના ઉપરોકત ગુનામાં વોન્ટેડ હોય આજરોજ પકડી પાડી ઉપરોકત ગુનાના કામે અટક કરવામાં આવી છે. હાલ આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપી કરી રહેલ છે.

કામગીરી કરનાર ટીમ

એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. જગદીશ જોરારામ, તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજી, અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, પેરોલ ફ્લો સ્કોડ-તાપીએ કામગીરી કરેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other