આગામી ધોરણ-૧૦-૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની યોજનાર પુરક પરીક્ષા અંગે જરૂરી નિયંત્રણો ફરમાવાયા
માહિતી બ્યુઓ તાપી તા. ૦૭ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઇ-૨૦૨૩ની પુરક પરીક્ષાઓ આગામી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમ્યાન તાપી જિલ્લામાં યોજાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલના પહોંચે અને શાંતિમય વાતાવરણ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી, દ્વારા પ્રતિબંધો ફરમાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આર.જે.વલવીને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લામાં આગામી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમ્યાન પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિક્રુત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઈ પણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટર અંદર પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
00000000000000