નિઝર તાલુકાના રૂમકીતલાવ બ્રિજ ચેઇનેજ રોડ ડાઇવર્ઝન અંગે જાહેરનામું
માહિતી બ્યુરો, તાપી તા.૦૫તાપી જિલ્લાના નિઝર તાલુકાના કન્સ્ટ્રકશન ઓફ રૂમકી તલાવ થી મોરગણ રોડ ઉપર માઇનોર બ્રીજનું કામ પ્રગતિ હેઠળ છે. હાલ ચોમાસાની સીઝન હોવાથી લોકલ નદીમાં પૂરનું પાણી મોટા પ્રમાણમાં આવતું હોવાના સંજોગોમાં હાલનું કામચલાઉ ડાઇવર્ઝન ચોમાસા દરમ્યાન ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જેથી વાહન વ્યવહાર બંધ કરવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્યમાર્ગો પર ડાયવર્ટ માટેનું જાહેરમુ બહાર પાડવામાં આવ્યું છે.
જેથી ફોજદારી કાર્યરીતી અનિયમ સને ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર જે વલવી તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના કંસ્ટ્રકશન ઓફ કન્સ્ટ્રકશન ઓફ રૂમકી તલાવ થી મોરગણ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉક્ત રસ્તાને બદલે જિલ્લા તાલુકા મથકે આવવા-જવા વાહનોની અવર-જવ૨ માટે પાટીબંધારા થી મોગરાણ રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.જાહેરનામાનો અમલ ૦૨.૦૯.૨૦૨૩ સુધી કરવાનો રહશે. આ હુકમનો ભંગ કાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
0000000000