તા.૦6 જુલાઈએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી તાપી જિલ્લાના બોર્ડર વિલેજની મુલાકાતે પધારશે

Contact News Publisher

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગગંથા, મોરંબા, તોરંદા, કુકરમુંડા અને નિઝર તાલુકાના રૂમકીતલાવના વિવિધ ક્ષેત્રોની મુલાકાત કરી જાત નિરિક્ષણ કરશે
………….
જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે મુખ્યમંત્રીશ્રીના આગમનની પૂર્વેની તૈયારીઓનું નિરિક્ષણ કરી તમામ જગ્યાએ જરૂરી વ્યવસ્થા અંગેની ચકાસણી કરી
………….
ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, પ્રાકૃતિક ખેતી ફાર્મ,અમૃત સરોવર,પંચાયત ઘર,દૂધ મંડળી,નવનિર્મિત આઇટીઆઇ બાંધકામ, કોમ્યુનિટી હોલ અને ઇ-ગવર્નર,સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર,ગ્રામ હાટની મુલાકાત કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી જાત માહિતી મેળવશે અને ગામનું નિરિક્ષણ કરી કાર્યકરો-અધિકારી-કર્મચારી-બાળકો, શિક્ષકો, ખેડુતો સાથે પણ વાર્તાલાપ કરશે
————-
માહિતી બ્યુરો,તાપી તા. ૦૫: ગુજરાતના તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા, ગગંથા, મોરંબા, તોરંદા, કુકરમુંડા, નિઝર તાલુકાના રુમકીતલાવ ગામે આજે તા.૬ મી જૂલાઈએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ ક્ષેત્રોની મુલાકાત કરી ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી જાત માહિતી મેળવશે અને ગામનું નિરિક્ષણ કરી કાર્યકરો-અધિકારી-કર્મચારી-બાળકો,શિક્ષકો,ખેડુતો સાથે પણ વાર્તાલાપ કરશે.

જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહે મુખ્યમંત્રીશ્રીના આગમન પૂર્વેની તૈયારીઓનું નિરિક્ષણ કરી તમામ જગ્યાએ જરૂરી વ્યવસ્થા અને ચકાસણી કરી હતી. જેમાં હેલીપેડ, આગમન અને સ્વાગત અંગેનું સ્થળ,સભાસ્થળ, આંગણવાડી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,તેમજ ખેડૂતના ખેતર અને અમૃત સરોવર,આશ્રમ શાળા જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

ડાબરીઆંબા ગામે મુખ્યમંત્રીશ્રીના આગમનના પૂર્વે મંગળવારે જિલ્લા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ તમામ તૈયારીઓના આખરી ઓપનું નિરીક્ષણ કરી સંબંધિત તમામ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો તાપી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ*:
નોંધનિય છે કે, મુખ્યમંત્રીશ્રીનું ડાબરીઆંબા ગામે સવારે ૮.૪૫ આગમન, ત્યાર બાદ ડાબરીઆંબા ગામે દૂધ મંડળી,આંગણવાડી કેન્દ્ર,પ્રાથમિક શાળાની મુલાકાત, ૯-૧૫ થી ૯-૩૦ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગથા, ૯-૪૦ થી ૧૦-૪૦ સુધી મોરંબા ગામે દૂધ મંડળી, પંચાયત ઘરની મુલાકાત, ૧૦-૫૦ થી ૧૧-૨૦ સુધી પ્રાથમિક શાળા તોરંદા,તોરદા ગામે અમૃત સરોવર, પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત,૧૧-૩૦ થી ૧૧-૪૫ સુધી ITI કુકરમુંડાના નિર્માણાધીન બાંધકામની મુલાકાત કરી ૧૨-૩૦ થી ૧૪-૩૫ સુધી નિઝર તાલુકાના રૂમકીતલાવ ગામે રૂર્બન પ્રોજેક્ટ (ગ્રામ પંચાયત ભવન, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, કોમ્યુનીટી હોલ & ઇ-ગર્વનન્સ સેન્ટર, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ગ્રામ હાટ (રૂરલ મોલ)ની મુલાકાત બાદ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ અનુકુળતાએ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રની મુલાકાત કરી. અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other