તા.૦૬/૦૭/૨૦૨૩ના રોજ આદીવાસી મહિલાઓ મુખ્યમંત્રીને રજુઆત કરશે..! : માંગણી ન સંતોષાય તો તા.૦૭/૦૭/૨૦૨૩ના રોજ રસ્તા રોકો આંદોલનની ચીમકી !

Contact News Publisher

કુકરમુંડાના ગોકુળ ફળિયામા રહેતી ગરીબ આદિવાસી મહિલાઓ દ્વારા વિવિધ પ્રશ્નોની ટીડીઓને રજુઆત કરવા છતાં આજદિન સુધી વિવિધ સુવિધા આપવામાં આવેલ નથી જેથી મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવેશ કુકરમુંડા ગામના ગોકુળ ફળિયાના રહેવાસીઓ (ગરીબ આદિવાસી સમાજ)ની મહિલાઓ દ્વારા આવાસ યોજના લાભથી વંચિત રાખવામાં આવેલ હોય, તેમજ નરેગા યોજના હેઠળ આપવામાં આવતી રોજગારીથી પણ વંચિત રાખવામાં આવેલ છે. તેમજ ગોકુળ ફળિયામા આવેલ વીજ પુરવઠાના થાંભલાઓ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવ સહીત પાણીની સમસ્યાને લઈને ગત દિવસોમાં કુકરમુંડા તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી ન કરતાં ૧૦૦થી વધુ મહિલાઓ આજે કૂકરમુંડા તાલુકા મામલતદાર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરી નાયબ મામલતદારને જણાવ્યું હતું કે, આગામી તા.૦૬/૦૭/૨૦૨૩ સુધી જો કાર્યવાહી ન કરવામાં આવે તો તા.૦૭/૦૭/૨૦૨૩ના રોજ મહિલાઓ દ્વારા મુખ્ય મથક કૂકરમુંડા ખાતે રસ્તા રોકો આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી અને વધુમાં 6 જુલાઈના રોજ મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન કૂકરમુંડાના ફૂલવાડી ચાર રસ્તા પાસે નવનિર્મિત આઈટીઆઈના મકાનની મુલાકાત લેવા આવનાર છે ત્યાં પણ મહિલાઓ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાશે એવું જણાવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other