તાપી જિલ્લા જાહેર જનતા જોગ : તાલુકાકક્ષા યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી ૨૨-જુલાઇ ૨૦૨૩
માહિતી બ્યુરો, તાપી તા.૦૪: રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, તાપી દ્વારા સંચાલીત તાલુકાકક્ષા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪ ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી ૨૨-જુલાઇ-૨૦૨૩ છે.
આ સ્પર્ધામાં ૧૫ થી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ-અ (૩૧/૧૨/૨૦૦૩ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ-બ (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લો” વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે. (ઉંમર વય મર્યાદા ૩૧/૧૨/૨૦૨૩ ગણવી)
આ સ્પર્ધામાં અ,બ તેમજ ખુલ્લો એમ ત્રણ વ્યજુથના વિભાગમાં યોજાનાર છે. જેમાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવુ કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય કુલ-૬ કૃતિઓ “અ” અને “બ” એમ બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા-છંદ ચોપાઇ, લગ્નગીત કુલ-૫ કૃતિઓ ફક્ત “બ” વિભાગમાં યોજાશે અને લોકવાર્તા, સર્જનાત્મક કારીગીરી, ભજન, સમૂહગીત કુલ-૪ ફક્ત ખુલ્લા વિભાગમાં યોજવામાં આવશે.
આ સ્પર્ધાઓ અંગે માર્ગદર્શન મેળવવા તાલુકાના તાલુકા કન્વિનરશ્રીનો સંપર્ક કરવા જણાવાયુંછે. જેમાં
-વ્યારા તાલુકા માટે શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે આચાર્યશ્રી સંગીતાબેન ચૌધરી સંપર્ક નંબર- ૯૭૧૪૨૯૩૧૬૭,
-સોનગઢ તાલુકા માટે સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ, આશિષભાઇ ગામીત મો.નં- ૯૮૯૮૮૨૭૩૪૯,
-વાલોડ તાલુકા માટે સ.ગો હાઇસ્કુલ વાલોડ ખાતે યોગેશભાઇ પટેલ મો.નં- ૯૯૧૩૪૩૩૧૩૬,
-ડોલવણ તાલુકા માટે નવસર્જન ઉ.બુ વિદ્યાલય ઉમરવાવદુર, ડોલવણ, અજયભાઇ સી. ગામીત મો.નં- ૯૮૨૫૪૩૨૫૨૫,
-ઉચ્છલ તાલુકા માટે સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ, દિપકભાઇ કેપ્ટન મો.નં- ૯૪૨૭૧૭૭૧૮૯,
-નિઝર તાલુકા માટે મોડેલ સ્કુલ નિઝર ખાતે ગુલસીંગભાઇ ચૌધરી મો.નં- ૯૫૮૬૩૯૩૦૩૫,
અને કુકરમુંડા ખાતે સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા ખાતે જયેશભાઇ શાહ મો.નં- ૭૬૯૮૧૭૦૦૭૪ ઉપર સંપર્ક કરવા તથા વધુમાં વધુ નાગરિકો આ સ્પર્ધાઓમાં ભાગ લે તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦૦