ધોરણ-૧૦-૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાપી જિલ્લામાં કાઉનસેલીંગ સેન્ટર કાર્યરત
ટોલ “ફ્રી” નંબર-(૦૬ર૬) ૨૨૧૬૨૪ તા:૦૯/૦૭/૨૦૨૩ થી તા:૧૪/૦૭/૨૦૨૩ સમય સવારે:૦૭.૦૦ કલાકથી સાંજે ૦૮.૦૦ કલાક સુધી કાર્યરત
……………
માહિતી બ્યુરો,તાપી તા.૦૪: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુલાઇ-૨૦૨૩ની પુરક પરીક્ષાઓ આગામી તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૧૪/૦૭/૨૦૨૩ દરમ્યાન તાપી જિલ્લામાં યોજાનાર છે. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં કાઉન્સેલીંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે.
જેમાં કાઉન્સેલીંગ કરનાર કાઉન્સેલર સભ્યોમાં શ્રીમતી સંગીતાબેન એન. ચીધરી-મોબાઇલ નંબર ૯૭૧૨૪૨૯૩૧૬૭, આશિષભાઈ પી.શાહ મો. ૯૦૧૬૫ ૩૫૬૫૬, શ્રી દિપકભાઈ એ. કેપ્ટન-મો.ન.૯૪૨૭૧ ૭૭૧૮૯ નો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.
આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીની તાપીની કચેરી કક્ષાએથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જિલ્લા માર્ગદર્શન કંટ્રોલરૂમ તરીકે ટોલ “ફ્રી” નંબર-(૦૬ર૬) ૨૨૧૬૨૪ તા:૦૯/૦૭/૨૦૨૩ થી તા:૧૪/૦૭/૨૦૨૩ સમય સવારે:૦૭.૦૦ કલાકથી સાંજે ૦૮.૦૦ કલાક સુધી કાર્યરત રાખવામાં આવેલ છે એમ જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000