કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા વિરપુર શાળાએ ગુરુપુર્ણિમા દિવસ ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર વ્યારા, જિ.તાપી દ્રારા ગુરુપૂર્ણિમા દિવસ વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે ઉજવવામાં આવ્યો. લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા બાળકોને અષાઢ સુદ પુનમને ગુરુપૂર્ણિમા દિવસનો મહિમા કહેવાય તે ઉત્સવ વિશે સમજણ આપી. ગુરુપૂર્ણિમા દિવસ કેમ ઉજવવામાં આવે છે. તેના વિશે ઉપરાંત રામાયણના રચયિતા વેદવ્યાસના પ્રગટ્ય દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ એટલે અજ્ઞાન માંથી જ્ઞાન તરફ લઇ જનાર અને અંધકાર માંથી પ્રકાશ તરફ લઇ જાય. ગુરુ જ્ઞાન આપે અને આજના શાળાકીય શિક્ષકો વિદ્યા આપે આમ જ્ઞાનરૂપીવિદ્યા થી બાળકોનું જીવન ઉજવળ બને છે. આં દિવસે ગુરુઓનું પૂજન કરી પોતાના જીવનને ધન્ય બનાવવાનો નમ્ર પ્રયાસ.