ડોસવાડા ડેમ પુર્ણ સપાટીની સામે ૦.૧૫ મીટર ઓવરફલો થતા અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગ્રામજનોને સાવચેત કરાયા

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી.તા.01: તાપી જિલ્લાના સોનગઢ તાલુકા સ્થિત ડોસવાડા ડેમ પુર્ણ સપાટી ૧૨૩.૪૪ મીટર(૪૦૫ ફુટ) સુધી જળસંગ્રહની ક્ષમતા ધરાવે છે. જે ૦.૧૫ મીટર(૧૫ સેમી.) થી ઓવરફલો થયો છે. સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં આવતા ગામો જેમાં કુમકુવા, ખાંજર, ડોસવાડા, ખરસી, કનાળા, ચોરવાડ અને ખડકા ચીખલીના સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રીને માર્ગદર્શક સુચના આપવામાં આવી છે.

વધુમાં ડોસવાડા ડેમ પ્રવાસન ધામ તરીકે હોય લોકોની અવર જવર વધારે રહેતી હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આ સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી જિલ્લા તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. નોંધનિય છે કે, ડોસવાડા ડેમ ઓવરફલો થવાથી વરસાદી પાણી નદીના પટમાંથી વહી જાય છે. તાપી જિલ્લા-તાલુકા આપત્તિવ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા 24*7 કલાક સતત ડોસવાડા ડેમ તથા ઉકાઇ ડેમ સહિત સમગ્ર વરસાદી પરિસ્થિતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી કોઇ પણ અગવડના સર્જાય તેની તકેદારી રાખી રહ્યા છે.
000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *