ભારે વરસાદથી તાપી જિલ્લાના વિવિધ માર્ગો ઉપર ઝાડ પડતાં જિલ્લા-તાલુકાની ટીમનાં સંકલનથી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા
માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ, વનવિભાગ દ્વારા ઝાડ હટાવી તાત્કાલિક ધોરણે રસ્તા ખુલ્લા કરાયાં
–
માહિતી બ્યુરો, વ્યારા. તાપી.30: તાપી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વૃક્ષો પડી ગયા હતાં. આ અંગેની જાણકારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળતા સંબંધિત તાલુકાના સંલગ્ન અધિકારી-કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી.
આ રસ્તાઓમાં વ્યારાના સેવાસદનની પાસે હેલીપેડનો રસ્તો, વ્યારા તાલુકાનાં માલોઠા ગામ તરફનો રસ્તો,ઉકાઈ બોરદા રોડ, સહીત વિવિધ માર્ગો ઉપર આવા બનાવો બન્યા હતાં.
આ ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ અને પંચાયત, વીજ વિભાગ, પોલીસ અને વનવિભાગ સહીત ગામના આગેવાનો દ્વારા તાત્કાલિક અસરથી ઝાડને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસ્તાઓ તાત્કાલિક ધોરણે પ્રજાને અવર જવરમાં ખલેલ ન પહોંચે તે રીતે ખુલ્લા કરવામાં આવ્યા હતાં.
૦૦૦૦