તાપી જિલ્લા બાગાયતી ખેડુતો જોગ : “સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું

Contact News Publisher

તાપી જિલ્લાના બાગાયત ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર તા.૧૯ જુલાઈ સુધીમાં અરજી કરી શકશે
………….
માહિતી બ્યુરો,તાપી તા.૨૭ તાપી જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે બાગાયત ખાતા ની વિવિધસહાયલક્ષી યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની સહાયલક્ષી યોજના“સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તારીખ- ૨૦/૦૬/૨૦૨૩ થી ૧૯/૦૭/૨૦૨૩ સુધી આઈ- ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવેલ છે.
આ કાર્યક્રમ હેઠળ ખેડૂતોએ નર્સરી ઓછામાં ઓછા ૨૦૦ ચો. મી. તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી. વિસ્તારમા બનાવવાની રહેશે. નર્સરીનું સ્ટ્રકચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. જે બાગાયતદાર ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઇ- ગ્રામ સેંટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબંધિત સાધનિક કાગળો (૮- અ, ૭ -૧૨ ની નકલ, આધારકાર્ડ, બેંક પાસબૂકની નકલ,જાતિનો દાખલો) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, પાનવાડી, તાપી ખાતે જમા કરાવવાનું રહશે.વધુ માહિતી માટે અત્રેની કચેરીનો ૦૨૬૨૨૬- ૨૨૧૪૨૩ પર સંપર્ક કરવાનો રહશે એમ નાયબ બાગાયત નિયામક વ્યારા – તાપીની અખબારી યાદીમાં જણાવયું છે.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *