ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતાં સાસરી પક્ષ સાથે સમાધાન કરાવતી વ્યારા 181 અભયમ ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મોનાબેનને તેના સાસરિવાળા હેરાન કરે છે. લગ્નના સાત વર્ષ થયેલ છે. બે બાળકો છે. જેમાં નાની દીકરી ચાર મહિનાની છે. સાસુ સસરા શાકભાજી વેચવાનો ધંધો કરે છે. મોનાબેન સાથે તેના સાસુ સસરા કાયમ કામની તેમજ નાની નાની બાબતે ઝગડો કરી માનસિક રીતે હેરાન કરે છે. ગમે તેવા અપશબ્દો બોલતા. ઝગડો થાય એટલે કાયમ ઘરમાંથી નીકળી જવા કહેતા. મોનાબેન સાથે તેના પતિ પણ સારી રીતે વર્તતા નથી. પુરતી જવાબદારી નિભાવતા નથી. તેમની માતાની વાતો જ સાચી માનીને પત્નિ સાથે અપશબ્દો બોલી ઝગડો કરતા.
આજે મોનાબેને તેમના સાસુને જમવા માટે બોલાવેલ નહિ તેમાંથી મોનાબેન સાથે તેના સસરા એ ઝગડો કરેલ. તારી સાસુને તે કેમ જમવા ના બોલાવી એમ કહી ગમે તેવા અપશબ્દો બોલી ઝગડો કરી ગાળો આપેલ. મોનાબેનને ઘરમાંથી નીકળી જવા કહેલ. જ્યારે પણ ઝગડો થાય ત્યારે મોનાબેનને તેના પતિ અને સાસુ સસરા ઘરમાંથી કાઢી મુકવાની અને ઘરમાંથી નીકળી જવાની કાયમ ધમકી આપતાં હોય આજે મદદ માટે 181 ઉપર ફોન કરેલ.
આથી 181ની ટીમ ઘટના સ્થળે પહોંચી મોનાબેનના પતિ અને સાસુ સસરાનું કાઉન્સેલિંગ કરી સમજાવેલ. મોનાબેનને હેરાન ન કરવા અને અપશબ્દો બોલી માનસિક રીતે હેરાન ન કરવા તેમજ ઘરમાંથી કાઢી મુકવાની ધમકી ના આપવા સમજાવેલ. મોનાબેનના પતિ અને સાસુ સસરા એ જણાવેલ કે તેઓ હવે પછી તેમને હેરાન કરશે નહીં ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપશે નહીં અને સારી રીતે રાખશે. પતિ પણ જવાબદારી નિભાવશે તેમ જણાવેલ. તેમણે ભુલ સ્વીકારેલ.
ત્યારબાદ મોનાબેનને કાયદાકીય માહિતી આપી સમજ આપેલ. સલાહ સુચન અને માર્ગદર્શન આપેલ. સાસરિપક્ષ સમજી જતા હાલ કાનૂની પગલાં લેવા માટે મોના બેને ના પાડેલ. આથી ઘટના સ્થળે બન્ને પક્ષ વચ્ચે વ્યારા અભયમ ટિમે સમાધાન કરાવેલ છે.