નિઝર ગામથી વ્યાહુર (મહારાષ્ટ્ર) તરફ જતો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રસ્તા ઉપર કોઝવે નહીં બનાવાતા માર્ગ બિનઉપયોગી બન્યો : લોકોને હાલાકી !!

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): તાપી જિલ્લાના નિઝર ગામથી વ્યાહુર/ધૂળવદ ( મહારાષ્ટ્ર) તરફ જતો રસ્તો જે લાખો રૂપિયાના ખર્ચે મુખ્યમન્ત્રી ગ્રામ સડક યોજનામાં વર્ષ ૨૦૨૦-૨૧માં બનાવવામાં આવેલ હતો, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા રસ્તાની વચ્ચે કોવેઝ બનેલ નથી. લગભગ 7 ફૂટ ઊંડું નાળું બની જવા પામ્યુ છે. વરસાદમાં નિઝરથી વ્યાહુર/ધુળવદ રસ્તા ઉપર નાળામાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે. વારંવાર ખેડૂતો અને નિઝર ગામના ગ્રામજનો દ્રારા અધિકારીઓને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતો અને ગ્રામજનોનું કોઈ સાંભળવા વાળું નથી.

ગુજરાતથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં ખેડૂતોને અને આમ જનતાને અવરજવર કરવા માટે ખૂબજ મુશ્કેલી પડી રહી છે વર્ષોથી નિઝરથી વ્યાહુર/ધુળવદ ચોમાસા દરમ્યાન વરસાદના કારણે નાળું ભરાઈ જતા મહારાષ્ટ્રના લોકો કામ અર્થે નિઝર જવા માટે વાયા કરીને વેલ્દા થઈ નિઝર જવુ પડે છે. અને ગુજરાતના લોકોએ વેલ્દાથી થઈને વ્યાહુર/ધુળવદ જવુ પડે છે. રસ્તો બનાવવામાં આવે છે, પરંતુ કોઝવે બનાવતા નથી !? લોકોમા કહેવાય રહ્યુ છે કે, લાખો રૂપિયાનો રસ્તો બનાવી શકાય તો કોવેઝ કેમ બનાવી શકતા નથી !? આ પ્રશ્ન તંત્ર ઉપર ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોવેઝ બનાવી આપવામાં આવશે ખરો ? એ આવનાર સમયમાં ખબર પડશે ?

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other