તાપી જિલ્લા કક્ષાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શાળાના બાળકો માટે “નાણાકીય સાક્ષરતા” પર ક્વિઝ યોજાઇ
વાલોડ તાલુકાની પ્રાથમિક શાળા કણજોડની ટીમ જિલ્લા કક્ષાની “નાણાકીય સાક્ષરતા” ક્વિઝમાં પ્રથમ ક્રમે રહી
…………….
પ્રથમ ક્રમ મેળવનાર ટીમ આગામી ૭મી જુલાઇએ અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લઇ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
…………….
માહિતી બ્યુરો,તાપી તા.૨૬ ભારતની જી-૨૦ના અધ્યક્ષતા હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માટે જી-૨૦ ના સહ યજમાન તરીકે જી-૨૦ બેઠકો દરમિયાન જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સરકારી શાળાના બાળકો માટે “નાણાંકીય સાક્ષરતા” પર ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ છે
જેના ભાગ રૂપે આગાઉ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના તાલુકામાં બ્લોક લેવલની ક્વિઝનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં દરેક બ્લોક માંથી પ્રથમ વિજેતા ટિમને ક્વિઝના આગળના તબક્કામાં જિલ્લા લેવલની ક્વિઝ માટે પસંગી કરવામાં આવી હતી.
જે અંતર્ગત આજે તાપી જિલ્લાના વ્યારા સ્થિત બીઆરસી ભવન ખાતે જીલ્લા કક્ષાની “નાણાકીય સાક્ષરતા” ક્વિઝ યોજાઇ હતી. જેમાં બ્લોલ લેવલની ક્વિઝમાં વિજેતા થયેલ ૬ ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમે પ્રથમ લેખિત પરિક્ષા અને ત્યાર બાદ સ્ટેજ રાઉન્ડ એમ ૨ રાઉન્ડમાંથી પસાર થવાનું હતું.
જેમાં વાલોડ તાલુકાની પ્રાથમિક શાળા કણજોડની ટીમની વિદ્યાર્થીઓની પટેલ જિયા તથા ચૌધરી ઇશા પ્રથમ ક્રમે રહી રૂ.૧૦ હજારની રકમ સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર મેળવ્યું હતું. જ્યારે ડોલવણ તાલુકાની સરકારી માધ્યમિક શાળા-ધોળકાની ટીમની વિદ્યાર્થીઓની કોંકણી હિના અને કોકણી રોનિકાએ બીજો ક્રમ મેળવી રૂ.૭૫૦૦ ઇનામ મેળવ્યું હતુ. તથા ત્રિજા ક્રમે ઉચ્છલ તાલુકાની સરકારી માધ્યમિક શાળા બાબરઘાટની વિદ્યાર્થીઓની વસાવા અશ્વિની અને ગામીત સોનુએ ત્રિજો ક્રમ પ્રાપ્ત કરી રૂ.૫૦૦૦નું ઇનામ પ્રાપ્ત કરી આ ત્રણેય વિજેતા ટીમોએ જિલ્લા તથા પોતાની શાળાનું નામ રોશન કર્યુ હતુ.
તમામ ૬ ટીઁમોને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા વિજેતા ટિમોને ટ્રોફી તથા પ્રમાણ પત્રો આપી પ્રથમ ક્રમે વિજેતા ટીમને રાજ્યકક્ષાએ પણ પોતાનું અને શાળા સહતિ સમગ્ર તાપી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
નોધનીય છે કે તાપી જિલ્લા કક્ષાએ “નાણાકીય સાક્ષરતા” ક્વિઝમાં પ્રથમ ક્રમ મેળવનાર ટીમ આગામી ૭મી જુલાઇએ અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આસી.મેનેજરશ્રી રુપેશ ચવાણ, લીડ ડિસ્ટ્રીક બેંક તાપીના મેનેજરશ્રી રસિક જેઠવા, બીઆરસી.કો.વ્યારાના કલ્પેશ ગામીત, એફએલસીસી-તાપીના અનીલ ગામીત, સીઆરસી.કો. વ્યારાના અવિનાશ ગામીત, ગોપાલપુરા પ્રા.શા.આચાર્યશ્રી હરેશ મકવાણા,છીંડિયા પ્રા.શા.આચાર્યશ્રી મનિષ પટેલ,વિમલ.એન,તથા શિક્ષકમિત્રો,તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000