તાપી જિલ્લાની ગંગા સ્વરૂપા બહેનોએ નજીકની મામલતદાર કચેરી ખાતે દિન-૦૭માં આધારકાર્ડ – મોબાઇલ નંબર અપડેટ / લીંક કરાવવો

Contact News Publisher

આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ : તાપી જિલ્લામાં કુલ ૨૪૫૬૬ ગંગા સ્વરૂપા બહેનો નોધાયેલ છે

માહિતી બ્યુરો,તાપી તા.૨૩ સંયુકત રાષ્ટ્રમહા સભા દ્વારા ૨૩ જુન ૨૦૧૧ ના રોજ પ્રથમ વાર આંતર રાષ્ટ્રીય વિધવા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાર થી દર વર્ષે ૨૩ જુનના રોજ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઉજવણી કરવામાં આવે છે.

વિધવા બહેનોને અત્યાચાર માંથી મુક્તી મળે તેમના મુળભુત અધિકારોનુ રક્ષણ, વિધવા મહિલા પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે, સમાજમાં સન્માનથી પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે અને તેમની જવાબદારીઓનું વહન સારી રીતે કરી શકે તેવા ઉમદા હેતુથી ગુજરત સરકાર અને ભારત સરકાર દ્વારા તારીખ ૨૬/૦૬/૧૯૭૯ થી વિધવા બહેનોને માસિક રૂ.૭૫૦/- પેંશન સ્વરૂપે આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે, માર્ચ ૨૦૧૯ મા સબબ યોજનનો બહોળા પ્રમાણમા વિધવા મહિલાઓ લાભ લઇ શકે તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાને આજીવન પેંશન મળવા પાત્ર થાય એવા હકારત્મક અભિગમ સાથે યોજનામાં ધરખમ સુધારા વધારા કરી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નામકરણ સાથે સહાયની રકમ વધારી માસિક રૂ.૧૨૫૦/- કરી લાભાર્થીઓને આજીવન સહાય ચુકવવાનો ઉમદા નિર્ણય કરવામા આવ્યો હતો.

તાપી જિલામા આજની સ્થિતિએ મે-૨૦૨૩ અંતિત કુલ ૨૪૫૬૬ ગંગા સ્વરૂપા બહેનો છે. લાભાર્થીઓને સહાયની રકમ દરેક માસે સીધા લાભાર્થીના બચત ખાતામાં ડી.બી.ટી.ના માધ્યમથી ચુકવાણી કરવામાં આવે છે. વધુમા આ યોજનામા સહાય ચુકવવા બાબતે પારર્દર્શિતા અર્થે તાજેતરમાં આધાર બેઇઝ્ડ પેમેંટ પધ્ધતિથી લાભાર્થીનું આધાર કાર્ડ લીંક હોય તે ખાતામાં સહાય ચુકવણી કરવામા આવી રહી છે.

મુખ્ય મંત્રીશ્રીના જન સંવાદ સેતુ કાર્યક્રમ હેઠળ માન. મુખ્ય મંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે ટેલીફોનીક સીધો સંવાદ કરી યોજનાના લાભ અને જમીન સ્તરની હકીકત જાણવા પ્રયત્નશીલ રહીને લાભાર્થીઓને પડી રહેલ મુશ્કેલી પ્રત્યે ત્વરિત પગલા ભરવામાં આવી રહેલ છે, જેથી પ્રત્યેક લાભાર્થીઓને સમય મર્યાદામા સેવા પુરી પાડવામા આવે.
ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૨૫૦/-ની સહાય મેળવતા તાપી જિલ્લા ખાતેના ૨૦૦ લાભાર્થીઓના આધાર કાર્ડ ઉપલબ્ધ નથી અને ૪૮૬૭ લાભાર્થીઓના ફોન નંબર ઉપલબ્ધ નથી જેથી કરીને હાલમા એકાઉંટ બેઇઝડ પેમેંટ પધ્ધતિથી સહાય ચુકવણી કરવામાં આવતી હોય આધાર કાર્ડ બેઇઝડ પેમેંટ પધ્ધતિથી સહાય ચુકવણાનો લાભ લઇ શકે.

જેથી લાભાર્થીઓએ તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની કચેરી વ્યારા ખાતે પ્રવીણભાઇ ગામીત, ડોલવણ તાલુકા ખાતે કાર્તિક ચૌધરી, ઉચ્છલ તાલુકા ખાતે પટેલ નયનકુમાર, વાલોડ તાલુકા ખાતે પટેલ હેમાંશુકુમાર, સોનગઢ તાલુકા ખાતે ગામીત રવિભાઇ, નિઝર અને કુકરમુંડા ખાતે પાડવી દિપકભાઇ તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રી તાપીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક નં.૪ ખાતે ગામીત બિપીનકુમાર અને વોટસપ નંબર-૦૨૬૨૬ ૨૨૨૨૨૦ પર દિન ૭ (સાત) માં આધારકાર્ડ અને મોબાઇલ નંબર અપડેટ કરાવવા સર્વે ગંગા સ્વરૂપા આર્થિક સહાય મેળવતી બહેનોને અનુરોધ કરવામા આવે છે. જેથી સહાય મેળવવામા આગામી સમયમા કોઇ મુશ્કેલી ઉભી ન થાય એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. મનિષા મુલતાની દ્વારા અખબારી યાદીમા જણાવાયું છે.
000000000
*આલેખન:- સંગીતા ચૌધરી*

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other