સોનગઢ નગરપાલિકાના સહયોગથી સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

વધુ વૃક્ષો વાવવીએ અને વધુ વરસાદ લાવીએ:- રાજ્ય મત્રીશ્રી કુવરજીભાઇ હળપતિ
…………
માહિતી બ્યુરો,તાપી તા.૨૩ તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા અને મંતવ્યન્યુઝ ચેનલના સહયોગથી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજે વરસાદ મોડો આવવાનું કારણ જંગલોનો થતો વિનાષ છે, તેથી આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને વધુ વરસાદ લાવીએનો સૌએ મળી સંકલ્પ કરવાનો છે. આજે જંગલો માંથી આપણને વિવિધ વસ્તું મળે છે ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે વૃક્ષોનુ વાવેતર કરી સાથે પર્યાવરણનું પણ જતન કરવાનું છે, એમ સમજાવી બાળકોને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વધુમાં મત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 75 લાખ વૃક્ષો વાવવાનુ જેમણે એક ભગીરથ બીડું ઉપાડ્યું છે એવા મંતવ્ય ન્યુઝ ચેનલને ખુભ ખુભ અભિનંદન પાઠવ્યા હતા કે તેઓ એ સમગ્ર ગુજરાતમાં 75 લાખ વૃક્ષો વાવી સાથે તેની જાળવણી કરવાની પણ તેઓ ચિંતા કરે છે, ત્યારે આપણે સૌએ મંતવ્ય ન્યુઝ ચેનલની સાથે મળી વૃક્ષારોપણ કરી વૃક્ષોની જાણવણી કરવામાં સહકાર આપવો જોઇએ.

ઉપસ્થિત મંતવ્ય ન્યુઝ ચેનલના ચીફ લોકેશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય કાર્યાલયોમાં જઇ વૃક્ષારોપણ કરવાનું અમે નક્કી કર્યું છે ત્યારે આ વિશેષ કાર્યમાં આમારી સાથે જનભાગીદારી નોધાય એ જરુરી છે એમ કહી સૌને વૃક્ષારોપણના કાર્યમાં ભાગીદારી નોધાવવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના અંતે સૌએ પર્યાવરણના જતન કરવા અંગેનાં શપથ લઇ મહાનુભાવોએ શાળા આંગણમાં વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓને આ વૃક્ષનો ઉછેર કરવાની સલાહ આપવાની સાથે આજના દિવસને યાદગાર બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ બગુલીયા,સોનગઢ નગરપાલીકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ, સોનગઢ મામલતદારશ્રી,સોનગઢ ટીડીઓશ્રી,મંતવ્ય ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ,અન્ય અધિકારીઓ/પધાધિકારીશ્રીઓ,તથા સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
00000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *