તાપી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર પાસે ડીમોલેશનની કામગીરી યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિદેશકશ્રી સુરત વિભાગ સુરત અને પોલીસ અધિક્ષકશ્રી તાપીના માર્ગદર્શન હેઠળ આજરોજ તાપી જીલ્લા ખાતે આવેલ પોલીસ મુખ્ય મથક તાપીને સરકારશ્રી દ્વારા પોલીસ વેલ્ફેરના હેતુથી જમીન ફાળવવામાં આવેલ હતી, જે જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી દબાણ હોય જેને સત્વરે દૂર કરી કુલ- ૬૯૦૯ ચો.મી જમીન હસ્તગત કરવા આજરોજ ડીમોલેશન અંગેની કાર્યવાહી તમામ અન્ય સહાયક એજન્સીઓને સાથે રાખી પોલીસ વિભાગ તરફથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી, કુલ- ૦૨, પોલીસ અધિકારી કુલ- ૧૫ પોલીસ કર્મચારીઓ કુલ- ૧૪૧ તથા હોમગાર્ડ કુલ-૨૦૦ તથા GRD ના કુલ-૨૦૦ માણસો એમ મળી કુલ- ૫૫૭ પોલીસ સાથે સવારના કલાક ૦૬:૦૦ વાગ્યેથી ડીમોલેશનની કાર્યવાહી ચાલુ કરેલ હતી જેમાં આશરે ૭૦ થી વધારે મકાનોના દબાણ ખાલી કરવામાં આવેલ હતા. આ કાર્યવાહી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવી સમગ્ર બંદોબસ્ત શાંતીપુર્વક પુર્ણ કરવામાં આવ્યુ હતું.