ઓલ ઇન્ડિયા પેન્થર સેના ગુજરાત દ્વારા અક્ષય ભાલેરાવ હત્યા કેસના આરોપીઓને ફાંસી આપવાની માંગ કરાઈ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના મામલતદાર હસ્તે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લા આંબેડકર વાદી બુદ્રિસ્ટ યુવક અક્ષય ભાલેરાવ હત્યા કેસમાં સંડોવાયેલા મુનિવાદીઓને ફાંસી આપવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય મળે તથા એક સભ્યને સરકારી નોકરી મળે એ હેતુથી ઓલ ઇન્ડિયા પેન્થર સેના ગુજરાત તરફથી આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે.
મહારાષ્ટ્ર રાજ્યના નાંદેડ જિલ્લાના બોડાર હવેલી ગામે રહેનાર આંબેડકર વાદી બુદ્રિસ્ટ યુવાક અક્ષય ભાલેરા પર તે જ ગામના મનુવાદી – જાતીય વાદી માનસિકતા ધરાવતા તત્વોએ ફક્ત ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર જીની ૧૩૨મી જન્મ જયંતી ની ઉજવણી બોડર હવેલી ગામે કેમ કરી? આ બાબતે વૈમનસ્ય રાખી મનુવાદી અને જાતિવાદીથી પીડાતા ૮થી ૧૦ જેટલા જીવલેણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી સમગ્ર વિસ્તારમાં આતંક અને ભયનું સામ્રાજ્ય ઊભું કરેલ છે. જે હત્યાને ગુજરાત રાજ્યના તાપી જિલ્લાની જનતા સખત શબ્દોમાં વખોળી કાઢી હત્યામાં સંડોવાયેલા ગુનાગારો સામે ફાસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચલાવી કસૂર વારોને ફાંસી આપવામાં આવે એવી માંગો કરવામાં આવી છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના સરકારે પીડિત પરિવાર ના સભ્યને સરકારી નોકરીમાં સમાવેશ કરી રૂ.૫.૦૦.૦૦૦/ની રોકડ આર્થિક મદદની આંબેડકરી બૌદ્ર સમાજ તથા તાપી જિલ્લાનાં વિવિધ યુવા સંઘટનો, મહિલા સંઘટનો દ્રારા કેન્દ્ર અને મહારાષ્ટ્ર રાજ્યના સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવેલ છે.