“ઇન્ટરનેશનલ યોગા ડે” –તાપી : તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૨૮૭ આરોગ્ય સંસ્થાઓ ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ૮૧૨૫ લોકોના સહયોગી થયા

Contact News Publisher

માહિતી બ્યુરો તાપી,તા.21: વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આયોજનનો મુખ્ય હેતુ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સુખાકારી વધારી યોગની અપાર સંભાવનાઓને પ્રકાશિત કરવાનો છે. ચાલુ વર્ષમા પણ, આયુષ મંત્રાલય દ્વારા “ હર ઘર – આંગન યોગ “ થીમ અંતર્ગત ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
આજે ૨૧ મી જૂન ૨૦૨૩ ના નવ માં આંતરરાષ્ટ્રીય યોગ દિને તાપી જિલ્લા આરોગ્ય વિભાગના જુદા-જુદા સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , શહેરી આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. તાપી જીલ્લાના કુલ- ૨૮૭ આરોગ્ય સંસ્થા ખાતે આ ઉજવણી યોજવામાં આવી હતી. જે દરમિયાન આરોગ્ય કર્મચારીઓ સ્થાનિક પ્રતિનિધિઓ, પ્રજાજનો મળી કુલ ૮૧૨૫ લોકો સહભાગી બન્યા હતા તેમણે યોગાનું મહત્વ સમજાવી યોગા અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other