તાપી જિલ્લા સેવા સદન ખાતે યોગા સેશન યોજાયો
તાપી જિલ્લાના અધિકારી કર્મચારીઓ બન્યા યોગમય
યોગને જીવનમાં અપનાવવા શપથ ગ્રહણ કરતા તાપી જિલ્લાના કર્મયોગીઓ
–
માહિતી બ્યુરો, તાપી.તા.૨૦: આગામી તા.૨૧મી જુન ૨૦૨૩ ના રોજ નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપક્રમે તાપી જિલ્લામાં તા.૧૪થી યોગ અંગે જાગૃતતા ફેલાવવા વિવિધ પ્રિ-યોગા ઇવેન્ટસ યોજાઇ રહી છે. જેના ઉપલક્ષ્યમાં આજરોજ જિલ્લા સેવાસદન તાપી ખાતે વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા સેવાસદનના પટાંગણમાં યોગા સેશન યોજવામાં આવ્યું હતું.
જિલ્લા વહિવટી તંત્ર તાપીના ઉપક્રમે આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટરશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી ક્લેક્ટરશ્રી આર.જે. વલવી સહિત ઉચ્ચ અધિકારી-કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો, વિવિધ યોગ સમિતીના સભ્યોએ ભાગ લઇ યોગમય બન્યા હતા.
યોગા સેશનના અંતે સૌએ યોગને પોતાના જીવનમાં અપનાવવા શપથ ગ્રહણ કર્યા હતા. યોગ ટ્રેનર તરીકે તાલુકા યોગ કોચ ઉમેશ તામશે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધનિય છે કે, તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦