તાપી જિલ્લામાં ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે ૧૦૩૫ કિશોરીઓ, ૧૭૦૨ સગર્ભા-ધાત્રી માતાઓ અને ૯૦૨૫ બાળકોએ યોગ અંગે માર્ગદર્શન મેળવ્યું
પ્રિ-ઇવેન્ટના ભાગરૂપ પ્રાણાયામ, સૂર્યનમસ્કાર સહિત વિવિધ યોગાસન દ્વારા યોગ અંગે જાગૃત કરાયા
–
(માહિતી બ્યુરો તાપી) : તા.૧૯ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. કચેરી તાપી દ્વારા પ્રોગ્રામ ઓફિસરશ્રી પટેલ તન્વીના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અનવ્યે પ્રી-ઇવેન્ટ યોજવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે તાપી જીલ્લાની ૧૦૪૯ આંગણવાડી કેન્દ્રો ખાતે વિવિધ યોગલક્ષી પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આંગણવાડી ખાતે બાળકો,સગર્ભા,ધાત્રી- કિશોરીઓને યોગ અંગે જાગૃત કરવા સાથે પ્રાણાયામ, સૂર્યનમસ્કાર સહિત વિવિધ યોગાસનો કરાવવામાં આવી રહ્યા છે. જેમાં તમામ ઉત્સાહ ભેર ભાગ લઇ રહ્યા છે.
તાજેતરમાં જિલ્લાની તમામ આંગણવાડી ખાતે યોગ દિવસી ઉજવણીના ભાગરૂપે યોગના વિવિધ આસનો આંગણવાડી કાર્યક્રર બહેનો દ્વારા કરાવવામાં આવ્યા જેમાં ૧૦૩૫ કિશોરીઓ, ૧૭૦૨ સગર્ભા ધાત્રી અને ૯૦૨૫ બાળકોએ યોગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦