વ્યારા સીનીયર સીટીઝન કલ્બ ખાતે “વલ્ડૅ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે” લીગલ અવેરનેસ માટે સેમિનાર યોજાયો
(માહિતી બ્યુરો, તાપી) તા.૧૯ નાલ્સાની ગાઇડલાઇન અન્વયે, તાપી જીલ્લા લિગલ સર્વીસ ઓથોરિટીના ચેરમેન શ્રી એન. બી. પીઠવા ના માર્ગદર્શન હેઠળ, વ્યારા સીનીયર સીટીઝન કલ્બ ખાતે “વલ્ડૅ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે ના” અવસરે લીગલ અવેરનેસ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એન. બી. પીઠવા દ્વારા સિનીયર સીટીઝન કલ્યાણ અને ભરણપોષણ કાયદા ૨૦૦૭ તથા નાલ્સા સીનીયર સીટીઝન સ્કિમ ૨૦૧૬ વીશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સિનીયર સીટીઝનને વિના મૂલ્યે કાનુની સલાહ સહાયનો હકક છે અને તે માટે તાલુકા લિગલ સર્વિસ કમીટીના ચેરમેન અને જિલ્લા કક્ષાએ જીલ્લા કાનુની સેવા સતા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરીશ્રીનો સીધો સંપકૅ કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં નાલ્સા દ્વારા તેમજ ગુજરાત સ્ટેટ લિગલ સર્વીસ ઓથોરિટી દ્વારા ઇસ્યુ થયેલ પુસ્તક સિનીયર સીટીઝન કલબમા જિલ્લા કાનુની સેવાસત્તા મંડળના ચેરમેન શ્રી એન. બી. પીઠવાના દ્વારા સૌને આપવામાં આવ્યા હતા. સેમિનારમા સંસ્થાનો પરિચય સુભાષભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યો હતો.
૦૦૦૦