વ્યારા ખાતે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 8 મી રથયાત્રા યોજાશે 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે અષાઢી બીજના રોજ પૌરાણિક માન્યતા મુજબ જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી સાથે ભક્તોને દર્શન આપવા રથયાત્રા પર નગર ચર્યાએ નીકળતા હતા. જે માન્યતાને અનુસરી આજે પણ ભગવાનના ધામ જગન્નથપુરીથી લઇ દેશભરમાં અષાઢી બીજે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાઈ ભગવાનના રથને ખેંચી ધન્યતા અનુભવે છે.

આ રથયાત્રાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં સમરસતાના ભાવથી દરેક સમાજના લોકો સહભાગી બને છે. વ્યારા ફડકે નિવાસ સ્થિત શ્રી રાધેકૃષ્ણ મંદિરે થી સતત 8માં વર્ષે તા.20 મી જૂને રથયાત્રા યોજાશે. જ્યાં ફળકે નીવાસ વિસ્તારના તમામ લોકો રથયાત્રામાં સહભાગી બને છે. બપોરે 2-30 કલાકે નીકળનારી રથયાત્રાનું સામૈયું શ્રી લાડ વણિક સમાજ દ્વારા શ્રી બાલકૃષ્ણ લાલજી ની હવેલી સુરતી બજાર ખાતે કરવામાં આવશે. જાહેર માર્ગ થઇ સયાજી સર્કલ થઇ મહાદેવ સૌમિલ સ્થિત રાધા કૃષ્ણ મંદિર ખાતે ભક્તોની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ અને મહાપ્રસાદી યોજાશે. પૌરાણિક માન્યતા અનુસાર બહેન સુભદ્રાએ જગન્નાથપુરી શહેર જોવાની ઈચ્છા કરી હતી. ત્યારે ભગવાને બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીને રથમાં બેસાડી શહેર બતાવવા નીકળ્યા હતા. પ્રવાસ દરમિયાન ગુંડીયા નગરમાં માસીના ઘરે પહોંચ્યા અને 7 દિવસ રોકાયા હતા. અને કહેવાય છે કે ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. આ મહોત્સવને ગુંડીયા યાત્રા, પતિત પવાન યાત્રા, જનકપુરી યાત્રા, ઘોષ યાત્રા, નવ દિવસની યાત્રા કે દશાવતાર યાત્રા તરીકે પણ યોજાય છે. તેથી વ્યારા ખાતે પણ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાના મહાપર્વમાં સહભાગી થવા જાહેરઆમંત્રણ આપવામાં આવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other