તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેથક જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઇ
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૧૭ તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં ગત બેઠકની અમલવારીની સમિક્ષા કરવામાં આવી હતી. તથા બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ એપ્રોચ રોડની આસપાસથી પ્રિ-મોન્સુનની કામગીરી તરીકે ઝાડી-ઝાંખરા દુર કરવા જણાવ્યું હતું.આ ઉપરાંત નાગરિકોને તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, તથા લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોના શરૂ થતા નવા સત્રમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રોડ એક્સીડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી.તથા ઓવર સ્પીડિંગ વાળા વાહનોને અટવકાવા જણાવ્યું હતું. વધુંમા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે જિલ્લા સેવા સદનમાં પણ સ્પેશિયલ ચેકિંગ કરવું. આ સાથે રોડ સેફ્ટી અંગે જન જાગૃતિ આવે તે માટે વધુમાં પ્રચાર પ્રસાર થાય તેવું આયોજન કરવા સબંધીત વિભાગોને જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહ,આર.એન.બી વિભાગનાશ્રી મનીષ પટેલ, ડી.એસ.પી.શ્રી સી.એમ.જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે. વલવી,એ.આર.ટીઓશ્રી એસ.કે ગામીત સહિત કર્મચારી, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000