આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને “સાંસદ યોગ સ્પર્ધા” યોજાઈ
આપણા વ્યક્તિગત જિવનમાં નિરામય તંદુરસ્ત જિવન જીવવા માટે યોગ ખુબજ ઉપયોગી છે- સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા
………….
માહિતી બ્યુરો,તાપી તા.16 સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતમાં વ્યારા સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે “સાંસદ યોગ” (ભાઇઓ/બહેનો) સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સહિત ઉપસ્થિત તમામ મહેંમાનોએ સ્પર્ધકો સાથે યોગા કર્યા હતા.
આ પ્રંસગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ સ્પર્ધકોને યોગ વિશે સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં નિરોગી રહેવું હોય તો યોગ અપનાવાવો જોઇએ. આપણા વ્યક્તિગત જિવનમં નિરામય તંદુરસ્ત જિવન જીવવા માટે યોગ ખુબજ ઉપયોગી છે. ત્યારે તમામ નાગરીકોએ પોતાના જિવનમાં યોગને અપનાવવું જોઇયે એમ કહી આગામી ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પોતાની ભાગીદારી નોધાવવા ભાવભીંનું આહવાન કર્યું હતું.
વધુમાં લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને લોકો ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટી સંખ્યામાં જોડાઇ તે માટે કરવામાં આવેલ આ સુંદર સાંસદ યોગ સ્પર્ધાના આયોજન બદલ આયોજકો, યોગા કોચ, ટ્રેનરો, ખેલાડીઓ તથા નિરિક્ષક તરીકે પધરેલા મહેમાનને ખુભ ખુભ અભિનંદન પાઠવ્યા હતા.
આ સાંસદ યોગ સ્પર્ધા કુલ ૦૪ વયજૂથમાં યોજાયેલ હતી તથા તમામ વયજૂથના કુલ ૨૨૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલ રાણા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ કુલીન પ્રધાન અને પરેશ મીઠાવાળા તથા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા ગામીત, આર્ટસ & કોમર્સ કોલેજનાં આચાર્ય શ્રી ખરવાસિયા સહિત ખેલાડી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
000000000