કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી જીલ્લાની ૧૦૦% પરિણામવાળી છ શાળાના આચાર્યોનું સન્માન.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી દ્રારા તાપી જીલ્લાની ૧૦૦% પરિણામ વાળી છ શાળાના આચાર્યોનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમા એજ્યુકેશન ઇન્સ્પેકટર તથા રાષ્ટ્રીય શૈક્ષિકસંઘના અધ્યક્ષ અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા સૌનું સન્માન શાલ અને મોમેન્ટો દ્રારા કરવામાં આવ્યું. અને આગામી વર્ષોમાં લોકવિજ્ઞાન કેન્દ્રની આગેવાનીમાં પરિણામ સુધારણા સમિતિ દરેક તાલુકામાં બનાવી કઠીન મુદ્દાઓનું સાહિત્ય બનાવી વિનામુલ્યે એક એક કોપી આપી તેનું સીધુ શાળાના બાળકોને માર્ગદર્શન મળશે જેથી તાપી જીલ્લામાં દરેક શાળાનું પરિણામ ૧૦૦% આવશે તેવી નેમ અને પ્રયત્ન સાથે જીલ્લાના આચાર્યોઓને નવી પ્રેરણા મળશે આમ નવા શૈક્ષણિક સત્ર સાથે નવા નવીન વિચાર અને ઉત્સાહ સાથે સૌનું અભિવાદન કરી નવા શૈક્ષણિક સત્રની શુભકામના પાઠવી.