સુબીર તાલુકાના અંતરિયાળ ગામે પ્રિ ખરીફ વર્કશોપ અને તાલીમ યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : ડાંગ જિલ્લાના છેવાડે આવેલ સુબીર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલ સુબીર પણ તાલુકાના મોહપાડા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કુ. યુ. વઘઈ દ્વારા પ્રી ખરીફ વર્કશોપ , તાલીમ અને નાગલી વરીના બિયારણ ની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નાં અધ્યક્ષ અને નવસારી કૃષિ યુનિવર્સિટી નાં વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એન. એમ. ચૌહાણે પ્રસંગોપાત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ની મદદથી ખેડૂતો નાગલી અને વરીના ઘટતા જતા વિસ્તારને વધારવાની આજની તાતી જરૂરિયાત છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી ડોબરિયાએ યોગ્ય પાક આયોજન સાથેની ખેતી કરવાની સલાહ આપી હતી.સેવાધામ સંસ્થા નાં રવિશભાઈએ ખેડૂતોને નાગલી અને વરી ની વૈજ્ઞાનિક પદ્ધતિ નો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવાની ઝુંબેશ ઉપાડવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા નાગલી વરી ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે સમજણ આપવામાં આવી હતા. આ કાર્યક્રમમાં કેવિકેનાં વૈજ્ઞાનિકો તથા અન્ય સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં 50 થી વધુ ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમ ના અંતે નવસારી કૃષિ યુિર્વિસટીના વિસ્તરણ શિક્ષન નિયામક ડો. એન. એમ. ચૌહાણ અને કે.વી.કે.વઘઇ ની ટીમ દ્વારા નાગલી ની “એકવિજય” વરીની જી. એન.વી. ૧, જૈવિક ખાતર જેવા કે એજેટોબેક્ટર, રાઇઝોબિયમ, પી એસ.બી તથા નોવેલ ઓર્ગેનિક લિકવીડ ન્યુટ્રીયન્ટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ મા ખરીફ પાક, મિલેટ વર્ષ, નેચરલ ફાર્મિંગ, જમીન ની તદુરસ્તી, પાક મા રોગ જીવાત, હવામાન વગરે ઉપર ઉડાન મા વાત કરવામા આવી હતી. આ કાર્યક્રમ મા ખેડૂતો વ્યવસ્થીત રીતે સમજી શકે તે માટે કિસાન ગોષ્ઠિ, ફિલ્મ શો, પ્રદર્શન, તાલીમ, ખેડૂત ના ખેતર ની મુલાકાત વગરે પ્રવુતિ હાધ ધરવામા આવી હતી.