સુરતની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં કેનિલ પટેલે ઓલપાડનું નામ રોશન કર્યું
Contact News Publisher
ઓલપાડનાં કેનિલ પટેલે એસ.એસ.સી. બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : તાજેતરમાં એસ.એસ.સી. બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે. જેમાં સુરત શહેરની પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં કેનિલ દિપકભાઈ પટેલે 95.17 % (99.94 PR) સાથે શાળામાં અવ્વલ સ્થાને રહી ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે.
અશોકનગર, ઓલપાડનાં રહેવાસી સારસ્વત દંપતી દિપક પટેલ અને કલ્પના પટેલનો આ તેજસ્વી સુપુત્ર ઇન્ડોર આઉટડોર ગેમ્સ સહિત નાનપણથી જ અભ્યાસ પ્રતિ વિશેષ રુચિ ધરાવે છે. પોતાની સંયમિત ઇચ્છાશક્તિનાં પરિપાકરૂપે અપેક્ષિત પરિણામ મેળવી શાળા, પરિવાર, કોળી પટેલ સમાજ સહિત ઓલપાડ ગામનું નામ રોશન કરનાર કેનિલ પટેલ પર સૌએ અભિનંદન વર્ષા કરી હતી.
