*“ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની” સુત્રને સાર્થક કરતા તાપી જિલ્લાના બાળ કલાકારો
અભિનય ગીત, પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય જેવી કૃતિઓ રજુ કરી પોતાની આગવી કલાનું પ્રદર્શન કરી સૌનું મન જીત્યું
–
નાના ભુલકાઓને આવા કાર્યક્રમોમાં જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે પ્રસ્તુત કરવું તેઓના ભવિષ્ય માટે તૈયાર કરવાનું એક પગલુ છે.
–
અહેવાલ-વૈશાલી પરમાર
માહિતી બ્યુંરો, તાપી.તા.13: કોઇ પણ કાર્યક્રમ હોય પરંતું એ કાર્યક્રમમાં બાળકો દ્વારા પ્રસ્તુત થતી સાંસ્કૃતિક કૃતિ ન હોય તો કાર્યક્રમ અધુરો લાગે છે. રાજ્ય સરકાર દ્વાર કન્યા કેળવણી અને પ્રવેશોત્સવને “ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની” સુત્ર આપ્યુ છે. ત્યારે તાપી જિલ્લામાં આ સુત્ર બાળ કલાકારોએ સાર્થક કર્યું છે.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોને સફળ બનાવવામાં જેટલી મહેનત જિલ્લા તંત્ર એ કરી એટલી જ મહેનત અને લગનથી શાળાના બાળકોએ આ ઉત્સવમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમોમાં શાળાના બાળકોએ અભિનય ગીત, પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય જેવી કૃતિઓ રજુ કરી પોતાની આગવી કલાનું પ્રદર્શન કરી સૌનું મન જીત્યું હતું.
આ સાંકૃતિક કાર્યક્રમો થકી બાળકોમાં રહેલી કળાને ઓળખ મળી છે. નાના ભુલકાઓને આવા કાર્યક્રમોમાં બધાની સમક્ષ ખુબ જ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે પ્રસ્તુત કરવું તેઓના ભવિષ્ય માટે તૈયાર કરવાનું એક પગલુ જ છે. સફળતા પુર્વક કાર્યક્રમનું સંચાલન કરવા કે નૃત્ય કરવા બાળકોને તૈયાર કરવા માટે જિલ્લાના તમામ શિક્ષકોને ખાસ બીરદારવાની જરૂર છે.
બાળકોમાં પણ તમામ પ્રવતિઓ માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્ય જ્યારે ઉજ્જ્વળ ભવિષ્યની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે બાળકોની કલાને પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવા કાર્યક્રમો એક અગત્યનું માધ્યમ બને છે. આ બાળકોમાંથી કોઇ બાળક ભવિષ્યમાં નૃત્યકાર, સંગીતકાર, એન્કર, વક્તા કે અભિનેતા બનશે તો તેનો પાયો શાળામાં યોજાયેલા નાના મોટા કાર્યક્રમો હશે એમ ખાત્રી પુર્વક કહી શકાય.
000000000