તાપી જિલ્લામાં વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસની ઉજવણી કરવામાં આવી
રેલી અને સુત્રોચ્ચારથી બાળ મજુરી નાબુદ કરવા જાગૃતતા કેળવવામાં આવી
……..
માહિતી બ્યુરો, તાપી તા.૧૨: સમગ્ર વિશ્વમાં ૧૨મી જુનના દિવસે “વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં વ્યારા મથક ખાતે “વિશ્વ બાળ મજુરી વિરોધી દિવસ”ની ઉજવણી નીમિત્તે જાગૃતતા રેલીનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ રેલી વ્યારાનાં કે.કે.કદમ વિદ્યાલયથી નિકળી મેઇન બજાર થઇ કાચવાલા સ્ટ્રીટ ,જુના એસ.ટી. બસ સ્ટેન્ડ થઇ પરત કે.કે.કદમ કન્યા વિદ્યાલય સુધીનું યોજાઇ હતી. રેલીમાં જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ-તાપીનાં સેક્રેટરી શ્રી.એ.એસ.પાંડે, વ્યારા નગરપાલિકાનાં પ્રમુખ સેજલબેન રાણા, કે.કે.કદમનાં પ્રિન્સિપાલ શ્રી.સંગીતાબેન ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ-તાપીના તમામ અધિકારી-કર્મચારી ગણ, ચાઇલ્ડ લાઇનનાં કર્મચારીઓ તથા વિવિધલક્ષી (એન.જી.ઓ.)નાં મધુબેન પરમાર હાજર રહયા હતા. આ રેલીમાં ૯૦૦ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો, અધિકારી-કર્મચારી ગણ જોડાયા હતા. રેલીમાં શામેલ તમામે સુત્રોચ્ચાર દ્વારા બાળ મજુરી નાબુદ કરવા જાગૃતતા ફેવાલે હતી.
૦૦૦૦૦