સોનગઢ તાલુકાના જમાપુર અને ઘાસીયામેઢા આંગણવાડી કેન્દ્ર-૨ અને ૩ તથા જમાપુર પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન

Contact News Publisher

બાળકોને અહિ ભણવાનું-આંગણવાડીમાં આવવાનું ગમશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ
………
માહિતી બ્યુરો, તાપી તા.૧૨: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ‘ઉજવણી.. ઉજ્જવળ ભવિષ્યની..’ સૂત્ર સાથે સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ, ૨૦૨૩નો શુભારંભ થયો છે. ત્યારે તાપી જિલ્લામાં આ શુભ દિન સાથે અન્ય વિકાસના કામો પણ સાંકળી લેવામાં આવ્યા છે.

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને સોનગઢ તાલુકાની જમાપુર આંગણવાડી કેન્દ્રના નવનિર્મીત મકાન અને ઘાસીયામેઢા આંગણવાડી કેન્દ્ર-૨ અને ૩ના નવનિર્મીત મકાન સાથે સાથે જમાપુર પ્રાથમિક શાળા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ ક્લાસનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મંત્રીશ્રીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી શિક્ષણના સ્તરમાં થયેલા સુધારા અંગે તથા શાળા-આંગણવાડીઓમાં ભૈતિક સુવિધાઓ પુરી પાડવા માટે વર્તમાન સરકાર કટીબધ્ધ છે, એમ જણાવ્યું હતું.

આ ઉપરાંત ૨૧ લાખના ખર્ચે બનેલે ત્રણે આંગણવાડી કેન્દ્રની સુવિધાઓની મુલાકાત લઇ બાળકોને અહિ ભણવાનું-આંગણવાડીમાં આવવાનું ગમશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

નોંધનિય છે કે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની પાથમિક શાળાઓમાં લેપટોપ, ઇન્ટરેકટીવ પેનલ અને સંલગ્ન સોફ્ટવેરના ઉપયોગથી ઇન્ટરેક્ટીવ વર્ગખંડ શિક્ષણ પધ્ધતિથી શિક્ષણ આપવા માટે જ્ઞાનકુંજ પ્રોજેકટ અમલી છે. જેમાં તાપી જિલ્લામાં વર્ષ- ૨૦૨૩-૨૪ અંતર્ગત ૨૫૪ શાળાના ૭૯૩ વર્ગખંડોનો સમાવશે કરાયો છે. જેમાંથી ૯૭ શાળાઓમાં ઇન્ટોલેશન કરવામાં આવ્યું છે,તથા ૬૬ કોમ્યુટર લેબ મંજુર થઇ છે. જેમાંથી ૪ શાળાઓમાં ઇન્ટોલેશનની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other