તાપી જિલ્લાના ૪૦૭ બાળકોએ આંગણવાડીમાં અને ૩૬૨૨ બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો

Contact News Publisher

આંગણવાડીનો પ્રથમ દિવસ યાદગાર બનાવવા આંગણવાડીને ફુલ-હારથી સજાવી, રંગોળી દ્વારા સુશોભન કર્યું, કાગળની રંગબેરંગી ટોપીઓ પહેરાવી, સાથે ભુલકાઓને નવી બેગ, ચોપડી અને ચોકલેટ, વિવિધ ફળો આપ્યા
……..
માહિતી બ્યુરો, તાપી તા.૧૨: આજ રોજ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. જે અન્વયે તાપી જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ કચેરી તાપી દ્વારા પોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ આંગણવાડી પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ અંતર્ગત જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ મેળવે તે હેતુથી સઘન પ્રચાર પ્રસાર હાથ ધરાયા હતા.
જેના પરિણામ રૂપે જિલ્લાના ૭ (સાત) ઘટકોમાં કુલ ૪૦૭ બાળકો એ આંગણવાડીમાં પ્રવેશ લીધો છે. જેમાંથી ૨૦૯ કુમાર અને ૧૯૮ કન્યાઓ છે. જ્યારે બાલ વાટિકામાં કુલ ૩૬૨૨ બાળકો એ પ્રવેશ લીધો છે. જેમાંથી કુમાર ૧૭૭૬ કન્યા ૧૮૪૬ કન્યા છે. તાપી જિલ્લામાં આંગણવાડીમાં પ્રવેશનો તહેવાર હોઇ બાળકોને વિવિધ રીતે મનોરંજન કરી આંગણવાડી તેઓ માટે જ્ઞાન સાથે ગમ્મતનું સ્થાન બને તેવા પ્રયાસો જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયા છે.

આંગણવાડીને ફુલ-હારથી સજાવી, રંગોળી દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. કાગળની રંગબેરંગી ટોપીઓ પહેરાવી, સાથે ભુલકાઓને નવી બેગ, ચોપડી અને ચોકલેટ, વિવિધ ફળો આપી આંગણવાડીનો પ્રથમ દિવસ યાદગાર બનાવવામાં આવ્યો હતો.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other