તાપી જીલ્લા પોલીસ દ્વારા બેન્કો અને આંગડીયા પેઢીમાં લુંટ અને ચોરી જેવા બનાવ ન બને તે માટે શું તકેદારી રાખવી તે અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ

Contact News Publisher

( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન . એન . ચૌધરી , પોલીસ અધિક્ષક તાપી નાઓની સુચનાથી તાપી જીલ્લા પોલીસ દ્વારા તા . ૨૩ / ૦૧ / ૨૦૨૦ ના રોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા વ્યારા મેઈન બ્રાન્ચ ખાતે વ્યારાની તમામ બેન્કો અને આંગડીયા પેઢીના મેજેનર , કર્મચારીઓ અને સિક્યુરીટી ગાર્ડ માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ , આ સેમીનારમાં વ્યારાની તમામ બેન્કો અને આંગડીયા પેઢીના મેનેજરશ્રીઓ , કર્મચારીઓ અને સિક્યુરીટી ગાર્ડ્સ હાજર રહેલ હતા . આ સેમીનારમાં શ્રી આર . એલ . માવાણી નાયબ પોલીસ અધિક્ષક , વ્યારા વિભાગ વ્યારા , શ્રી વી . કે . પરમાર , નાયબ પોલીસ અધિક્ષક , શ્રી ડી . એસ . લાડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી નાઓ દ્વારા બેન્કોના મેનેજરશ્રીઓ , કર્મચારીઓ તેમજ આંગડીયા પેઢીના સંચાલકો અને બેન્કોના સિક્યુરીટી ગાર્ડ્સ નાઓને બેન્કમાં કે આંગડીયા પેઢીમાં લુંટ કે ચોરીનો બનાવ ન બને તે માટે શું – શું તકેદારી રાખવી તે સબંધે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *