વ્યારા નગરપાલિકા દ્વારા “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ” યોજાયો
માહિતી બ્યુરો તાપી તા.૦૮ ભારત સરકારશ્રીના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા PM SVANidhi યોજનાના લાભાર્થીઓ અને તેમના પરિવારને સરકારની અન્ય યોજનાઓ સાથે જોડી તેનો લાભ આપી શકાય તે હેતુથી Socio-Ecomonic Profile બનાવવા માટે “સ્વનિધિ સે સમૃધ્ધિ” કાર્યક્રમ અલમમાં મુકવામાં આવેલ છે. જે માટે મંત્રાલય દ્વારા મળેલ સુચના અનુસાર સપ્તાહમાં એક વખત કેમ્પનું આયોજન કરવાનું થાય છે.
જેને અનુલક્ષીને આજરોજ “સ્વનિધિ થી સમૃધ્ધિ કેમ્પ”નું આયોજન રમત-ગમત સંકુલ, વ્યારા નગરપાલિકા, કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વ્યારા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષશ્રી કુલીનભાઇ પ્રધાન, ટાઉન પ્લાનિંગ ચેરમેનશ્રી પરેશભાઇ શાહ, નાણા સમિતિ ચેરેમેનશ્રી જમનાબેન બિરાડે, ગટર સમિતિ ચેરમેનશ્રી મૃણાલ જોષી, એનયુએલએમ શાખા મેનેજરશ્રી મયંકકુમાર ચૌધરી, લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવા, શ્રમ અધિકારીશ્રી કચેરી તાપીના કર્મચારીશ્રીઓ, બેંકનાં કર્મચારીશ્રીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ અને પી.એમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તમામને સ્વનિધિ થી સમૃધ્ધિ યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
કેમ્પ દરમ્યાન લીડ બેંક મેનેજરશ્રી દ્વારા જન ધન યોજના, જીવનજ્યોતિ વીમા યોજના, જીવન સુરક્ષા વીમા યોજના, Digital Payment/Transaction, નાણાકીય ઓનલાઇન છેતરપીંડી/ફ્રોડ વિશે વિગત વાર માહિતી આપી હતી. આ ઉપરાંત UPI/QR Code સત્વરે મેળવી લેવા જણાવવામાં આવ્યુ હતું. જિલ્લા પુરવઠા કચેરી અને તાલુકા આરોગ્ય કચેરીના કર્મચારીશ્રીઓ દ્વારા વિવિધ યોજના વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦