તાપી જિલ્લામાં તા. ૦૭ થી ૧૧મી જુન દરમિયાન કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની આગાહી: ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ
માહિતી બ્યુરો,તાપી તા.૦૬ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ ૦૭ થી ૧૧મી જુન દરમિયાન તાપી જિલ્લામાં કમોસમી વરસાદ, માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા રેહતી હોવાથી બાગાયતી પાકો કરતા ખેડૂતોએ વિવિધ પગલા જેવા કે ઉત્પાદન અવસ્થાએ પાકનો ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવો નહિ અને લણી લેવાયેલા પાકોને પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું તથા વાદળછાયા વાતાવરણમાં બાગાયતી પાકોમા પિયત ટાળવું હિતાવહ છે. બહુવર્ષાયુ ફ્ળપાકો જેવા કે કેળ, પપૈયા, આબાં તથા જમરૂખ જેવા ફળ પાકોમાં ટેકા આપવા, તથા થડની આજુબાજુ માટી ચઢાવવી જેવા આગમચેતી પગલા લઇ પાક નુક્શાનીથી બચવા માટે તાપી જિલ્લાનાં નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જિલ્લાનાં ખેડુતોને જણાવાયું છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવાનું રહશે એમ નાયબ બાગાયત નિયામક વ્યારા – તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦