કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ અને આત્મા પ્રોજેક્ટ ડાંગના સંયુક્ત ઉપક્રમે મિશન લાઈફ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૧૫૧ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે વલસાડ-ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે. સી. પટેલ દ્વારા ગ્લોબલ વોર્મિંગ ના નિવારણ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. શ્રી મંગળભાઈ ગાંવિત ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ઉદ્યોગીકરણ ના કારણે પર્યાવરણ પર થઈ રહેલ માઠી અસર અને તેના લીધે થઈ રહેલ વરસાદની પેટર્નના ફેરફાર વિશે જણાવ્યું હતું. શ્રી રવિ પ્રસાદ નાયબ વન સંરક્ષક દક્ષિણ ડાંગ વિભાગ દ્વારા મિશન લાઈફ ની માહિતી આપવામાં આવી, તેમજ પ્લાસ્ટિકનો જરૂરીયાત મુજબ ઓછામાં ઓછો ઉપયોગ માટે લોકોમાં જાગૃતિ આવે એ બાબતના પ્રયાસ કરવા માટે જણાવ્યું. ડો. જે. બી. ડોબરીયા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કે.વી.કે. વઘઈ દ્વારા વૃક્ષોનું માનવ જીવનમાં મહત્વ તેમજ ડાંગ જિલ્લામાં પ્રાચીન કાળથી પ્રકૃતિનું પૂજન કરી વ્રુક્ષોને જે મહત્વ આપવામાં આવે છે એ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા અંબાજી ધામ જિલ્લા બનાસકાંઠા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમને લાઈવ બતાવવામાં આવ્યો. જેમાં માનનીય ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય દ્વારા ફક્ત વૃક્ષનું વાવેતર જ નહીં પરંતુ વાવેતર પછી તેની સંપૂર્ણ માવજત તેમજ ગુજરાત સરકાર દ્વારા દરિયા કાંઠાના વિસ્તારમાં મેન્ગૃવ વ્રુક્ષોના વાવેતર અને રાજ્યભરમાં કરવામાં આવતા વૃક્ષ વાવેતરના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતો દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રી એમ. આઈ. પટેલ કલેક્ટરશ્રી ડાંગ જીલ્લા, શ્રી ડી. એન. રબારી નાયબ વન સંરક્ષકશ્રી, ઉત્તર ડાંગ વિભાગ, શ્રી એસ. જી. પાટીલ ડી.વાય.એસ.પી. ડાંગ, શ્રી નિલેશ પંડ્યા અધિક્ષકશ્રી, બોટાનીકલ ગાર્ડન વઘઈ, શ્રી એચ. એ. પ્રજાપતિ વૈજ્ઞાનિક બાગાયત કે.વી.કે. વઘઈ અને શ્રી એસ. એન. ચોંધરી હવામાન શાશ્ત્રી કે.વી.કે. વઘઈ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતી આવે તે માટે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *