કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા ખાતે ખેત પેદાશોનું બજાર વ્યવસ્થાપન વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

( પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૨ / ૦૧ / ૨૦૨૦ના રોજ ઉદયભાણસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન , ગાંધીનગર કે જે ભારત સરકારના કૃષિ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત છે તેના સહકારથી તાપી જિલ્લાના ખેડૂતો માટે ખેત પેદાશોનું બજાર વ્યવસ્થાપન ” વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . સદરહુ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૪૦ પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , ડૉ . સી . ડી . પંડયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું . તેમજ ખેડૂતોને કાર્યક્રમના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે ખેત પેદાશોનો સારામાં સારો ભાવ મળે તે માટે ખેડૂતોએ માર્કેટીંગ માટેના જુદા જુદા ઈલેકટ્રોનિક માધ્યમો દ્વારા જાણવા પ્રયત્નો કરવા જોઈએ . શ્રી જે . પી . મીના , માર્કેટીંગ ઓફિસર , ડાયરેકટર ઓફ માર્કેટીંગ એન્ડ ઈન્સ્પેકશન , કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ , ભારત સરકાર દ્વારા માર્કેટીંગ માટેના જુદા જુદા પ્લેટફોર્મ જેવાં કે e – NAM વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં અને સરકારના આ બાબતના પ્રયત્નો વિશે જાણકારી આપવામાં આવી હતી . આ કાર્યક્રમમાં ડૉ . વી . કે . પાન્ડે , ડેપ્યુટી ડાયરેકટરશ્રી અને ડૉ . આલોક શર્મા , લેકચરર , ઉદયભાણસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન , ગાંધીનગર દ્વારા ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન પુરું પાડયું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધિ ડૉ . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ શિક્ષણ ) દ્વારા કરવામાં આવી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *