વ્યારા અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે અનુસૂચિત જાતિ એકતા મંચ તાપી આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ અને શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ વાલ્મિકી સમાજ દ્વારા શનિવારે ડો. બાબાસાહેબ આંબેડકર ભવનમાં યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના તેજસ્વી તારલાઓ વર્ષ -૨૦૨૨ -૨૩ માં ધોરણ ૧૦ તથા ૧૨ માં જવલંત સફળતા મેળવેલા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા શૈક્ષણિક કારકિર્દી કાર્યક્રમનું આયોજન સમાજના અગ્રણી તથા વડીલોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સફળ અને બુદ્ધિજીવી મહા અનુભવોના હસ્તે શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. વ્યારા ખાતે અનુસૂચિત જાતિ એકતા મંચ તાપી આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સંભારંભ માં સમાજના આગેવાન તેમજ સફળ તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભવોએ પ્રોત્સાહિત વક્તવ્ય પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ડી.સી. સોલંકી (હાઇકોર્ટ એડવોકેટ, સામાજિક કાર્યકર) ડો.જશવંતકુમાર વી.રાઠોડ (હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ, સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ નેત્રંગ-ભરૂચ) વિન્ની રાઠોડ (એમ.એ બી.એડ વાઈસ પ્રિન્સિપલ, બીલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ) તથા તથા સમાજના પ્રેરણા સ્ત્રોત ડો. મેરૂભાઈ વાઢેર (પ્રાધ્યાપક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા) પ્રો. પ્રતાપ ચૌહાણ (પ્રાધ્યાપક આર્ટ્સ એન્ડ કોમર્સ માંડવી) નૈષધ મકવાણા (નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી, કવિ, લેખક, સાહિત્યકાર) વિક્રમ તરસાડીયા (સામાજિક કાર્યકર) ભરતભાઈ ભથવાર (ઇજનયુવા બિલ્ડર) આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તથા સમાજને જીવન ઉપયોગી વક્તવ્ય રજૂ કર્યું હતું. સન્માન સમારંભ કાર્યક્રમ આભાર વિધિ હિતેશભાઈ માહ્યાવંશી દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other