તાપી જીલ્લાના ખેડૂત ખાતેદારો માટે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત
(માહિતી બ્યુરો,તાપી) તા.0૨ તાપી જિલ્લાનાં ખેડૂત ખાતેદારો માટે વ્યારા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે. જેમા માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટી તેમજ પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમૂનો એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકશ્રી, જમીન ચકાસણી પ્રયોગશાળા. ખેડૂત તાલીમ કેન્દ્રની પાછળ, વ્યારા. જી. તાપીનાં સરનામાં પરની પ્રયોગશાળાને પહોંચતા કરવાનાં રહેશે.
માટી તેમજ પાણીના નમૂનાની સરકારનાં પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની ફી રૂ।. ૧૫/- પ્રતિ નમૂના લેખે ચલણથી બેન્કમાં ભરવાના રહેશે. ત્યાર બાદ નમૂનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જમીનના નમૂના લેવાની પધ્ધતિ અને બાબતોની સંપૂર્ણ વિગતો માટે ગ્રામકક્ષાએ ગ્રામસેવકશ્રી તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવોનો રહશે એમ મદદનીશ ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000000000