મૂળ સોનગઢ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.સન્મુખલાલ ગોરધનદાસ શાહના પુત્રને રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના સ્મૃતિ ચિહન અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા
એકતા થીમના ભાગરૂપે ભારતની આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાઓની સ્મૃતિ માટે સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરાયા
………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.01- ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદીનો અમૃત મહોત્સવ સરકારશ્રી દ્વારા એકતા થીમ આધારીત ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભારતની આઝાદીમાં મહત્વનો ફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાઓની સ્મૃતિ માટે સ્મૃતિચિન્હ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી સન્મુખલાલ ગોરધનદાસ શાહ, જેઓ ગયા વર્ષે સ્વર્ગસ્થ થયા છે, તેના પુત્રશ્રી જયેશભાઈ શાહ જે હાલ બોરીવલી, મુંબઈ ખાતેથી અત્રે ખાસ પધાર્યા છે. તેમને ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરતા આદિજાતિ વિકાસ,ગ્રામ વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે સોનગઢ તાલુકા પંચાયત કચેરી ખાતે ઓ યોજાયેલ કાર્યક્રમમાં સ્મૃતિ ચિહન અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦