વ્યારા નગરપાલીકા દ્વારા પ્રિમોનસુનની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી
(માહિતી બ્યુરો,તાપી) તા.૩૧ આગામી ચોમાસાને અનુલક્ષીને તાપી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પ્રિમોનસુનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વ્યે વ્યારા નગરપાલીકા દ્વારા ડ્રેનેજ વ્યવસ્થા, ગટર, નદી સાફ-સફાઇ વગેરેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે ખાસ વ્યારા નગરપાલિકામાં કુલ સાત વોર્ડમાં સાત સેનિટેશન સુપરવાઇઝરોની નિમણૂંક કરવામાં આવી છે. જેઓ દ્વારા નગરના જે-તે વોર્ડમાં આવેલા વરસાદી ચેમ્બરો, ગટરો, ગરનાળાઓની સફાઇની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવે છે. નગરમાં ચોક-અપ થયેલ વરસાદી ચેમ્બરને જેટીંગ મશીન દ્વારા ચાલુ કરી ખુલ્લા કરવામાં આવ્યા છે. નોંધનિય છે કે, વ્યારા નગરપાલિકા વિસ્તારની આશરે ૬૦ થી ૬૫% જેટલી પ્રિમોનસુન કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. બીકીની પ્રિ-મોન્સુન કામગીરી હાલમાં ચાલુ છે. જેને ટુંક સમયમા પુરી કરવામાં આવશે એમ ચીફ ઓફિસરશ્રી વ્યારા દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦