કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા ખાતે “વૈજ્ઞાનિક પધ્ધતિથી ધાન્યનો સંગ્રહ” વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

( પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૦ / ૦૧ / ૨૦૨૦ના રોજ ઉદયભાણસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન , ગાંધીનગર કે જે ભારત સરકારના કૃષિ કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત છે તેના સહકારથી તાપી જિલ્લાના ખેડૂતો માટે ” વૈજ્ઞાનિક પધ્ધતિથી ધાન્યનો સંગ્રહ ” વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો . સદરહુ કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૫૦ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , ડૉ . સી . ડી . પંડયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું . તેમજ ખેડૂતોને કાર્યક્રમના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે અનાજના સંગ્રહ દરમ્યાન મોટા પ્રમાણમાં અનાજનો બગાડ થાય છે . તે અટકાવવા માટે અનાજને ગોડાઉનમાં સંગ્રહ કરવું જરૂરી છે . જેના માટે સરકારશ્રી દ્વારા જુદી – જુદી યોજનાઓ પણ કાર્યરત છે . ડૉ . વી . કે . પાન્ડ , ડેપ્યુટી ડાયરેકટર , ઉદયભાનસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન , ગાંધીનગર દ્વારા વેર હાઉસીંગ એકટ ૨૦૦૭ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં . તેમજ નેગોશિયેબલ વેરહાઉસ રસીદની સમજણ આપી તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . ત્યારબાદ ખેડૂતોને ધાન્યપાકોના સંગ્રહ તથા બજારમાં સારા ભાવ મેળવવા અંગે માર્ગદર્શન આપતી ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી . ડૉ . આલોક શર્મા , લેકચરર , ઉદયભાણસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધન સંસ્થાન , ગાંધીનગર દ્વારા ઉપસ્થિત ખેડૂતોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યાં હતા . કાર્યક્રમના અંતે ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિથી ધાન્યનો સંગ્રહ કરવામાં આવતી સમસ્યાઓ તથા પ્રશ્નોનું ડૉ . સી . ડી . પંડયા , વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા તથા અન્ય વૈજ્ઞાનિકો દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધિ ડૉ . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ શિક્ષણ ) દ્વારા કરવામાં આવી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *