તાપી જિલ્લામાં સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ૫ વર્ષ સુધીના ૫૭૦૫૭ બાળકોને પોલિયોના ડોઝ અપાશે

Contact News Publisher

તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત ૫૨૯ બુથ, ૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું સઘન આયોજન
……………
માહિતી બ્યુરો વ્યારા-તાપી તા.૨૬: તાપી જિલ્લામાં પંચાયત આરોગ્ય શાખા દ્વારા આગામી તા.૨૮ મે ૨૦૨૩ થી ત્રિદિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭૦૫૭ બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે.
સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબુદ થયો છે. પરંતુ આપણા ભારતના પડોસી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ના થાય તે માટે પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહેલ છે. તાપી જિલ્લામાં તા.૨૮ મે, ૨૦૨૩થી શરૂ થનાર સબ નેશનલ પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૫૭,૦૫૭ બાળકો પોલિયોના રસીના બે ટીપાં પીવડાવવા કૂલ-૫૨૯ બુથ, ૩૨ ટ્રાન્ઝીટ ટીમ, ૧૫ મેળા બજાર ટીમ, ૧૦ મોબાઈલ ટીમનું સઘન આયોજન કરવામાં આવેલ છે જેમાં, તાલીમબધ્ધ ૨૨૩૦ પેરા મેડીકલ સ્ટાફ તથા આશા બહેનો મારફત પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્રિદિવસીય આ પોલીયો રાઉન્ડ દરમ્યાન જાહેર સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ, બજારો, ઈંટના ભઠ્ઠાઓ, શેરડી કટીંગ પડાવીયાઓ તથા અન્ય ટ્રાન્ઝીટ સાઈટ ખાતે ટ્રાન્ઝીટ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે.
આ અભિયાનમાં તમામ જાહેરજનતા દ્વારા જાગૃતતા કેળવી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લઇ પોલિયોની રસી અપાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાપીની અખબારી યાદી દ્વારા અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other