તાપી જિલ્લા ખેડૂતો જોગ : રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી બાજરી, જુવાર, રાગીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે
તાપી જિલ્લાના ખેડૂતોએ તા.૩૧ માર્ચ સુધી લઘુત્તમ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે
……….
(માહિતી બ્યુરો,તાપી) તા: ૨૬ ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૩-૨૪મા રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર, રાગી, મકાઈની નોધણીની મુદ્દત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે VCE દ્વારા ૧૫/૦૫/૨૦૨૩ થી વધારીને તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી કરાયેલ છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છાતા ધરાવતા ખેડૂતો પાસે થી તા.૧૫.૦૫.૨૦૨૩ થી ૧૫.૦૬.૨૦૨૩ દરમ્યાન ગુ.રા.પૂ.ની.લી ના ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરવામાં આવનાર છે. ઓનલાઈન માટે જરૂરી પુરાવા જેવા કે આધારકાર્ડની નકલ,અધતન ૭-૧૨,૮-અ ની નકલ,નમૂના ૧૨ માં પાક ની વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તે પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેન્ક એકાઉન્ટના પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSCકોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફસૂફ તથા ચારણો કરી તેમજ ભેજનું પ્રમાણ નિયત પ્રમાણમાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે,જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવાવનો રહેતો નથી. તથા રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે એમ નાયબ જિલ્લા મેનેજરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
000000000000