સામાજિક સદભાવના તથા પર્યાવરણ સુરક્ષાનાં વિઝન સાથે સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં કોસમાડી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં સમસ્ત કોસમાડી ગામ, સદભાવના વન પરિવાર, સામાજિક વનીકરણ રેન્જ કામરેજ તથા S.R.P. ગૃપ 11 વાવનાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગામમાં સામાજિક સદભાવ કાયમ બની રહે, લોકો વૃક્ષનું જતન કરતાં થાય, ક્લાઈમેટ ચેન્જનાં જમાનામાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ આવે તથા વનસ્પતિની જીવનમાં ઉપયોગીતા વિશે લોકો જાગૃત બને એવાં ઉમદા આશયથી એક અલગ જ વિઝન સાથે સદભાવના વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વન પરિસરમાં વિવિધ ઔષધિય વૃક્ષો, ઘટાદાર છાંયડાવાળા વૃક્ષો તેમજ સુશોભિત વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ચલથાણ સુગરનાં ચેરમેન કેતનભાઇ પટેલ, SRP વાવનાં ડીવાયએસપી આચાર્ય તથા રઘુવીર આશ્રમનાં મહંતશ્રી કનુબાપુ રાજ્યગુરુજી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પંકજ ચૌધરી, રાજુભાઇ (સીમાડી), SRP જવાનો, કોસમાડી તથા સીમાડી ગામનાં વડીલો તથા ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
SRP ગૃપ વાવનાં સેનાપતિ ઉષા રાડાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં એમનાં જવાનોએ ખૂબ જ ભગીરથ કાર્ય કર્યું હતું. ગામનાં યુવા અગ્રણી અને આ સદભાવના વનનાં પ્રણેતા ઉમેશભાઈ, યુવાન અને કાર્યદક્ષ એવાં ઉપસરપંચ ઉર્વીશભાઈ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉમદા કાર્યક્રમ દાતાઓનાં સહયોગ અને લોકભાગીદારીથી સુપેરે પાર પડ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં આચાર્ય યાસીન મુલતાનીએ કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other