નિઝર તાલુકાના વેલ્દા ગામથી શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે ભાવિકોની પદયાત્રા
(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા) : નિઝર તાલુકાના વેલ્દા ગામથી પદયાત્રા શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે નીકળે છે. તારીખ : 20/1/2020ની રોજ વેલ્દાથી શિરડી સાંઈબાબાના દર્શન કરવા માટે ભાવિકો પદયાત્રા કરે છે. પદયાત્રામાં આશરે 20થી 25ગામોના લોકો જોડાયા છે. 20 તારીખના રોજ નીકળેલ આ પદયાત્રા ગુજરાતના છેવાડાના ગામડાઓમાંથી મહારાષ્ટ્ર સાંઈબાબાના દર્શન કરવા માટે 11 દિવસની યાત્રામાં ખુબજ ભકિતભાવ પૂર્વક લોકો જોડાયા છે. આ ગામના લોકો છેલ્લા 12વર્ષથી પદયાત્રાનું આયોજન કરતા આવ્યા છે, હાલમાં આ પદયાત્રાને 13મું વર્ષ થયુ છે. લોકો આ પદયાત્રામાં વધુમાં વધુ જોડાઈ રહ્યા છે. એક મોટું જૂથ સાંકળ સ્વરૂપે ભકિત ધામ જવા માટે ઉમટી પડે છે, આ પદયાત્રાનું આયોજન પ્રવિણભાઇ પાડવી, સામસિંગભાઈ પાડવી, અસ્વીનભાઈ, કૈલાશ મહારાજ, ગણેશભાઈ પાડવી અને ગણેશભાઈ ચિત્તે સહિતનાઓ દ્રારા દર વર્ષ કરવામાં આવે છે. યાત્રીઓ પગપાળા નીકળીને શિરડી સાંઈબાબાના દર્શન માટે જાય છે. એક વ્યકિત પાસેથી ફી રૂપિયા 350 લેવામાં આવે છે, તેજ ફી ના રૂપિયામાં જમવા, બિસ્તર -પોટલા, દવાખાનાની ગોળીઓ ની સુવિધા વગેરે સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. આ યાત્રીઓ સાંઈબાબા પર ખુબજ શ્રદ્ધા ધરાવે છે. અને એમની હર મનોકામના પૂર્ણ થઈ જાય છે.