તાપી જિલ્લા જાહેર જનતા જોગ : જવાહર નવોદય વિદ્યાલય માં ધો. 11 માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું કાર્ય શરુ

Contact News Publisher

ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તા. ૩૧/૦૫/૨૦૨૩
………….
માહિતી બ્યુરો તાપી તા.૧૮ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ સ્વાયત્ત સંસ્થા, (શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ), અંતર્ગત ચાલતી, જવાહર નવોદય વિદ્યાલય માં ધો. 11 (અગ્યાર) માં ફક્ત સંભવિત ખાલી બેઠકો (જે.એન.વી માં ખાલી બેઠકો ઉપલબ્ધ થવાની સંભાવના છે) જેની સામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રવેશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું કાર્ય શરુ થઈ ગયું છે જેના માટે વેબ સાઈટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/2023/jnvxi પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જી. તાપીની વેબ સાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પર થી પણ ભરી શકાશે. જેની ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તા. ૩૧/૦૫/૨૦૨૩ છે તેમજ ફોર્મ માં સુધારણા માટે તા. ૦૧.૬.૨૦૨૩ અને ૦૨.૦૬.૨૦૨૩ સુધી સમય રેહેશે. ધોરણ- ૧૧ ની પ્રવેશ પરીક્ષાનું આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ-૧૦ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતાપ્રા પ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ તેમજ માત્ર ભારતીય નાગરીકો જેમણે ભારતમાં ધોરણ ૧૦નો અભ્યાસ કર્યો છે તેઓ જ અરજી કરવા પાત્ર છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧.૦૬.૨૦૦૬ અને ૩૧.૦૭.૨૦૦૮ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તારીખ ૨૨-0૭-૨૦૨૩ શનિવાર નાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે પ્રોસ્પેક્ટ્સ કમ નોટીફીકેશનનો અભ્યાસ કરવો તેમજ શાળાના ફોન નં. 02625 299 081 પર સંપર્ક કરવા ઇન્ચાર્જ આચાર્યશ્રી, જ. ન. વી બોરખડી, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
00000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *