કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા ખાતે બંધારણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી – નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૦ / ૦૧ / ૨૦ના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી . સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૬૬ ખેડૂતો અને અધિકારીશ્રીઓએ ભાગ લીધો હતો . કાર્યક્રમની શરૂઆતમાં એમ . આર . એસની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું . ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ . સી . ડી . પંડયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું . શ્રી કૈલાસ નાયક , એડવોકેટ દ્વારા બંધારણના અગત્યના સધારાઓ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . ડૉ . વી . કે . પાન્ડ , ડેપ્યુટી ડાયરેકટર , ઉદયભાનસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન , ગાંધીનગર દ્વારા બંધારણનું મહત્વ તથા નાગરિકતા અધિનિયમ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી . પ્રો . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ શિક્ષણ ) દ્વારા WTO ના સંદર્ભમાં ખેતીના અધિનિયમો તથા WTOની નિતીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી . ડૉ . આલોક શર્મા , લેકચર , ઉદયભાનસિંહજી પ્રાદેશિક સહકારી પ્રબંધ સંસ્થાન તથા શ્રી પૂર્વેશ ચૌધરી , એડવોકેટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધિ ડૉ . એ . જે . ઢોડિયા , વૈજ્ઞાનિક ( વિસ્તરણ શિક્ષણ ) દ્વારા કરવામાં આવી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *